________________
કેટલીક અણધારી આફત આવતી :
સમાજ કલ્યાણ સંઘમાં કામ કરતાં અટપટા પ્રસંગો બનતા ત્યારે વ્યવહારિક કુશળતા પૂરતો જ વિચાર આવતો. પરંતુ જેને સાત્ત્વિક કે તાત્ત્વિક કહીએ તેવું મનોબળ કામ ન કરતું તે આજે અનુભવું છું. તે સમજ માટે ઘણું મોડું ભાન આવ્યું.
એ પ્રસંગ એ હતો કે સંઘના કામ માટે એક અપંગને સહાયભૂત થવા હિસાબનીશ તરીકે રાખ્યો. તેને કામ માટે તૈયાર કર્યો. તેણે થોડા વરસ કામ સારું કર્યું. ધંધુકા બાજુનાં ગામડાંનો માણસ દરબાર જાતિનો હતો. સંઘનો વહીવટ ક્રમે કરી દરમાસે લાખોના હિસાબનો હતો. તેમાં કેટલીક રોકડ આવે.
આ માણસની દાનત બગડી, કદાચ ફીચર જેવા ધંધે ચઢયો હશે કે કેમ? રોકડની પહોંચ આપતો અને રકમ ચોપડે ચઢાવતો નહિ. છ માસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિસાબ તપાસી જતા. તેમણે જોયું કે લાખ રૂપિયા જેવી રકમ જમા થઈ નથી.
આ માણસ કંઈ જવાબ ન આપે. તેના ઘરે તપાસ કરાવી તો રકમ ઘરે ગઈ જ નથી. તેના વડીલને કહ્યું કે જો આ રકમ જમા ન થાય તો કેસ થશે. એટલે તેઓ ઘરમાં જે કંઈ દાગીના હતા તે વેચીને થોડી રકમ ભરી ગયા છતાં મોટી રકમ બાકી હતી.
અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે : તમે વકીલની સલાહ લો. વકીલ કહે : ચેરિટેબલ સંસ્થા છે એટલે તમારે કેસ માંડવો પડે. નહિ તો તમારે રકમ ભરવી પડે, વળી રકમ ભરો તો સંભવ છે કે તમારો હિસાબનીશ કહે મેં તમને જ રકમ આપી હતી.
આમ મારે તો ભેંસનાં શીંગડાંમાં માથું ભેરવવા જેવું થયું. કેસ માંડીને રકમ મળવાની ન હતી. કોર્ટમાં મારે જ હાજર થવું પડે. ભારે ઉપાધિનું કામ આવી પડ્યું. માનવતાનું કાર્ય કર્યાનો આનંદ થોડી વાર માટે ઝંખવાયો. પરંતુ હિંમત હારી ન હતી.
આ રકમ ક્યાં મૂકી, શું થયું ! તેનો પેલો માણસ જવાબ ન આપે. ૨કમ ભરી શકે તેવી સ્થિતિ નહિ. ખેતરો હતાં પણ તેનો વકીલ તેને કંઈ વેચવાની સલાહ ન આપે. એટલું સારું હતું કે એ ભલા હિસાબનીશે એવું ના કહ્યું કે આ રકમ તો મંત્રીઓએ જ લીધી છે. અમારા વકીલને એવી શંકા હતી, એવો અનુભવ હતો. પણ કેસ તો માંડવો જ પડ્યો. નીચલી કોર્ટમાં દર માસે ધક્કા ખાવાનો ભારે કંટાળો આવતો. ત્યારે મનને મારી મંગલયાત્રા ૧૬૧
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org