________________
હૃદય પ્રદીપ છત્રીસી ભીતર ઝળાંહળાં
હૃદયપ્રદીપ પત્રિશિકા... અંદરના અંધારાને ઉલેચીને હૃદયને ઝળાંહળાં બનાવનાર છત્રીસ કડીઓ... (હૃદયપ્રદીપ છત્રીસી)
આ ગ્રંથની એક એક કડીમાં હૃદયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. ભાવક કડીઓને ગણગણતો જાય, એ વેધક શબ્દો હૃદયની આરપાર પહોંચી જાય... અજવાળું જ અજવાળું...
પૂ. વીરવિજ્ય મહારાજ સાહેબ કહે છે : “વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય...” ભાવક ચેતના આ કડીઓમાં, એના વિવેચનમાં ઝબોળાઈ ઉઠશે... જાણીતા સર્જક શ્રી હરીન્દ્ર દવેની એક પંક્તિ યાદ આવે : “ભીતર ઝળાંહળાં છે પ્રકાશનું શું થશે ?' ભીતર પ્રકાશ રેલાઈ ઉઠયો. હવે બહારના પ્રકાશનો શો અર્થ ?
“હૃદયપ્રદીપ પત્રિશિકા પર અસ્તિત્વનું પરોઢ' પુસ્તકમાં ત્રણ વિદ્વદર્ય આચાર્ય પ્રવરોએ વિવેચના આપી. પ્રસ્તુત ગ્રંથમાં એ જ ગ્રંથ પરની બહુજનહૃદયને સ્પર્શી જતી મઝાની સંવેદના
સુનંદાબહેનના અંતઃપૂત હૃદયમાંથી ઝરેલું આ શબ્દ ઝરણું અનેક ભાવકોના ચિત્તને નિર્મળ બનાવશે એ જ ભાવના.
કાર્તિક સુદિ ૧૫, વિ. ૨૦૬૧ - આચાર્ય યશોવિજ્યસૂરિ શણગાર હોલ, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org