SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી ઊંચાઈએ હતા. વળી સામાજિક ક્ષેત્રે માનવસેવાનું કાર્ય હાથ ધર્યા પઈ. સમ્યગદર્શનની વાત ઘણી ગૌણ થઈ. વળી પૂ. વિમળાતાઈના પરિચયથી ધ્યાનનું શિક્ષણ મળ્યું પરંતુ જૈનદર્શનમાં જે રીતે તત્ત્વનું ક્રમિક નિરૂપણ છે તેના અભ્યાસ માટે વિચાર કરતી હતી. ત્યાં જાણવા મળ્યું કે મુંબઈમાં પૂ. પનાભાઈ ગાંધી આ વિષયના મૌલિક રીતે અભ્યાસી છે. ૧૯૮૨માં એક વાર મુંબઈમાં તેમનો પરિચય થયો હતો. પૂ. શ્રી પનાભાઈઃ મૂળ ધ્રાંગધ્રાના વતની, બાળબ્રહ્મચારી, બાળવયથી તત્ત્વજિજ્ઞાસાના સંસ્કાર. આથી તેમણે પ્રથમ આયંબિલ તપ સાથે કરોડો મંત્રજાપ કર્યા; અને પૂર્વગત સંસ્કારના અંકુરો પ્રગટ્યા. તેમણે શાસ્ત્રાભ્યાસ તો અલ્પ કરેલો પરંતુ સ્વયં ક્ષયોપશમ એવો થયો કે શાસ્ત્રનાં સૂક્ષ્મ તત્ત્વો તેમને મૌલિકપણે સમજમાં ઊતર્યા. એથી એમ સમજાતું કે આત્મશક્તિનું જ્ઞાનસ્વરૂપ કેટલું બળવાન છે. તેઓ કલાકો સુધી તેના ચિંતનમાં રહીને જ્ઞાનાદિ વિષયક ખોજ કરતા અને ઘણું નૂતન અવતરણ અનુભવતા. અનુક્રમે તેઓ મુંબઈ સ્થિર થયા. ત્યાં સાધુ-સાધ્વીજનો તેમની પાસે અભ્યાસ માટે આવતા. મને એક વાર એક મિત્ર તેમની પાસે લઈ ગયા. મને તેમના પરિચયમાં આનંદ આવતો તે દરમ્યાન હું અમદાવાદ રહેતી હતી. લગભગ ૧૯૮૭માં એક વાર ખાસ સમય લઈ મુંબઈ તેમના સાન્નિધ્યમાં પહોંચી ગઈ. સવારે અને બપોરે બે-બે કલાક તેઓ સ્વાધ્યાય આપતા. પ્રારંભમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો વિષય લીધો. જેમ સવારે અને બપોરે બે વાર ભારે જમણ પચે નહિ તેમ પ્રથમ બે દિવસ મારું થયું. એક-બે મિત્રો ટક્યા. બીજાને અનુકૂળ ન થયું. હું તો આ માટે જ આવી હતી. એટલે શ્રદ્ધાપૂર્વક ટકી ગઈ, અને ત્રીજા દિવસથી સમજાવા માંડ્યું. પછી તો લગભગ દસેક વર્ષ તેમનો સમાગમ અવારનવાર થતો. અમદાવાદ આવતા ત્યારે ખાસ સત્સંગ માટે બોલાવતા. તેમનો વાર્તાલાપ આત્મલક્ષી જ હોય. મારે તો મારી સાધનામાં આ બધું પ્રેરકબળ હતું. તેમના સ્વાધ્યાયની નોંધોની લગભગ ૪૪ ફાઈલો હતો. છેલ્લા દિવસોમાં મને કહે: “તમે આ અંગે કંઈ કરજો.” પણ તે કામ જરા કપરું હતું. દરેક પાને વિષય બદલાય, વિષય પણ ગૂઢ હોય એટલે તેનું લખાણ તૈયાર કરવાનું મુશ્કેલ લાગ્યું, એટલે મુલત્વી રાખતી. પરંતુ તેમના અવસાન વિભાગ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy