________________
અમલી બનાવી દો. અને સાથે સાથે પાપોથી બચવું હોય તો તેવાં પાપોને અમલમાં મૂકવાની બાબતમાં વિલંબ કરતા જાઓ.
- આ જીવનમાં મને જે કાંઈ શુભ કે સુંદર મળ્યું છે તે બધું ય મારે પુણ્યને જ આપવું છે એ નિર્ણય પર કદાચ આપણે ન આવી શકીએ, પરંતુ એ બધું ય મને પુણ્યથી જ મળ્યું એવી શ્રદ્ધા તો રાખીએ.
પુણ્યવાનને અર્થાત્ ગાડી-બંગલા-પૈસાવાળાને સુખી માનવા મન હજી તૈયાર છે, પરંતુ ધર્મીને અર્થાત્ સામાયિક-પ્રતિક્રમણ-તપશ્ચર્યા કરવાવાળાને સુખી માનવા મન લગભગ તૈયાર નથી. આ કરુણા નહિ તો શું છે? અણસમજ છે.
અધિકરણ છોડાવીને ઉપકરણ ગુરુદેવ કદાચ આપી શકશે પણ આપણાં મન-વચન-કાયાના કરણ વડે તેના સદુઉપયોગી અંત:કરણ તો આપણે જ તૈયાર કરવું પડશે.
જિંદગીનો બધો જ સમય તમે જેને આપી રહ્યા છો એમાંની એક પણ ચીજ આંખ બંધ થયા પછી સાથે આવવાની નથી અને જે ચીજ સાથે આવવા તૈયાર છે એને માટે તમારી પાસે સમય જ નથી ?
સમકિતની પ્રાપ્તિને જો સમ્યક્ પરિણામનું કારણ આપણે બનાવવા માગીએ છીએ તો તેનો સરળ અને સચોટ એક જ વિકલ્પ છે : આપણી પાત્રતા આપણે વિકસિત કરતા જ રહીએ, કરતા જ રહીએ.
ધર્મનું શ્રેષ્ઠ કોટિનું ફળ છે : “હું મારી સાથે ભરપૂર પ્રસન્નતાપૂર્વક રહી શકું છું તેજ અનુભૂતિ'. આચાર્યશ્રી નરવાહનસૂરિજીનો પરિચય અને બોધ : સ્વ. ગચ્છાધિપતિ શ્રી વિજય રામચંદ્રસૂરિજીના શિષ્ય (કર્મગ્રંથજ્ઞાતા)
લગભગ વીસેક વર્ષ પહેલાં તેઓશ્રી અમદાવાદ આવ્યા ત્યારે પરિચયનું માધ્યમ મારું એક પુસ્તક હતું. ત્યાર પછી તેમનાં દર્શનાર્થે જવાનું ક્વચિત્ બનતું હતું. તેઓ પોતે ખૂબ પ્રસિદ્ધિ થાય તેવા કાર્યક્રમો કરતા નથી. એથી ખાસ જિજ્ઞાસુ હોય તેમને તેઓશ્રીનો પરિચય થાય લગભગ ૨૦૦૧ થી તેમનાં બે ચાતુર્માસ દશા પોરવાડના ઉપાશ્રયમાં થયા ત્યારે તેઓશ્રીના સરળ સ્વભાવનો અને જ્ઞાનનો નિકટથી પરિચય થયો. તેઓ સાહિત્યનું સર્જન વિશાળપણે કરી રહ્યા છે.
તેમનો વિશેષ પરિચય એ છે કે તેઓ કર્મસાહિત્યના જ્ઞાતા છે તેમ મારી મંગલયાત્રા
૨૮૩
વિભાગ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org