________________
આ કાર્યો સાથે તેમના તપ, દાનની પણ વિશિષ્ટતા છે. લગભગ ૨૦ વર્ષથી તેઓ મુખ્યત્વે બેઆસણા, એકાસણા, આયંબીલ જેવા તપ કરે છે. નિયમિત પ્રતિક્રમણ, સામાયિક, પૂજા, નવકારમંત્રની અવિરત સાધના કરી રહ્યા છે. તેમના સાન્નિધ્યમાં મહાવી૨ના યુગની શ્રાવિકાની પ્રતિકૃતિ હોય તેવો આપણે આનંદ અનુભવીએ છીએ. ગૃહસ્થ જીવનમાં પરિવારની સાથે રહેવા છતાં સાધુ જીવનની છાપ આપણને જોવા મળે છે.
આજે ૭૮ વર્ષની વયે અથાગપણે પરદેશમાં આવીને પર્યુષણ પર્વની આરાધના કરાવે છે, અને ૧૫-૨૦ સ્થળોમાં પ્રવચન આપે છે. તેમના સંપર્કમાં આવતાં કેટલાંયે ભાઈબહેનોનાં જીવન ધર્મમાર્ગે વળ્યાં છે. સૌને રોચક તત્ત્વજ્ઞાન, આવશ્યક અનુષ્ઠાનનું માર્ગદર્શન, ગૃહસ્થ જીવનમાં પણ ધર્મભાવનાના વિકાસની પ્રેરણા આપી રહ્યા છે. દર વર્ષે દેશાવગસિક વ્રતકરાવે, બારવ્રત લેવરાવે, નાના મોટા નિયમોથી સૌને પોતાની સાથે ચાલતા કરે છે.
તેઓ પુસ્તકોમાં કે કેસેટોમાં પોતાનાં અંગત કંઈ જ મેળવતા નથી. છતાં બચત રકમ હોય તો તેનો કેન્સર સોસાયટી, હોસ્પિટલમાં વૈયાવચ્ચ કે શિક્ષણમાં લાભ આપે છે. આજ સુધીમાં તેમણે ૪૫ જેવા મોટા ગ્રંથો અને ૧૫ જેવી નાની પુસ્તિકાઓ લખી છે અને ૭૦૦ જેવી કેસેટો પણ પ્રસાર પામી છે.
આમ વિવિધ પ્રકારની આગવી શૈલીનું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. સરળતા અને સમતા એ તેમના જીવનનો મંત્ર-પ્રાણ છે. શ્રીમંત છતાં સાદાઈ, આવા નિઃસ્પૃહ વ્યક્તિનો, આપણને લાભ મળ્યો છે, તે આપણું સદ્ભાગ્ય છે. વીણા તો કહે છે કે મને તો ગુરૂ અને મા બંને મળ્યા છે. મારે માટે શીતળ છાયા જેવા છે.
કોઈએ તેમને પૂછ્યું ‘તમારા જીવનનો આવો વિવિધતાભર્યો વિકાસ કેવી રીતે થયો ?’ તેઓ ટુંકો અને મીઠો જવાબ આપે છે ‘‘દેવગુરૂ કૃપા સંતકૃપા, પ્રભુનો અનુગ્રહ, તમારા સૌની સદ્ભાવના’’. '....એમના અનુભવનું ક્ષેત્ર ઘણું વિશાળ છે.
પ્રભુ તેમને દીધાર્યુ આપે સ્વ-પર શ્રેયની પ્રવૃત્તિ કરતા રહે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. સર્વત્ર શાંતિ વિસ્તરો.
મહેન્દ્ર ખંધાર, લોસ એંજલીસ, અમેરીકા,
વિભાગ-૧૪
Jain Education International
૩૬૨
For Private & Personal Use Only
મારી મંગલયાત્રા www.jainelibrary.org