________________
V
એક વિરલ વ્યક્તિત્વ
- મહેન્દ્ર ખંધાર, LA
બહેનશ્રી સુનંદાબહેન વહોરા લોસ એન્જલિસના શ્રી મહેન્દ્ર ખંધારે શ્રી પર્યુષણ પર્વની આરાધના સમયે આપેલો પરિચય. ૨૦OO.
તેઓ ભારતના અમદાવાદ શહેરના વતની છે. તેમનો જન્મ અમદાવાદમાં ગર્ભશ્રીમંત જૈનકુળમાં થયો હતો. જિનભક્તિ અને સાધુસંતોના સેવા પરિચયથી યુવાવયમાં તેમને ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી મહાત્મા ગાંધીજીના જીવનદર્શનની પ્રેરણાથી ચાલીસ વર્ષ સુધી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરી. સવિશેષ ગ્રામવિસ્તારમાં બાળ અને સ્ત્રી કેળવણનું કાર્ય અને અપંગોના સ્વાવલંબનનું કાર્ય કર્યું હતું.
ત્યાર પછી વળી અધ્યાત્મજીવનનો યોગ સાંપડયો તેમાં આચાર્યશ્રી, પંડિતવર્ય જેવા મહાનુભવો ના પરિચયથી અધ્યાત્મજીવનમાં રંગાઈ ગયા. યુવાવયમાં કરેલા શાસ્ત્રાભ્યાસની વધુ રૂચિ કેળવાતી ગઈ. વળી ઈડર અને કોબા જેવા આધ્યાત્મિક ક્ષેત્રોમાં રહીને મૌન અને ધ્યાનની આરાધના કરી. તેમાં વિદ્યમાન શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના માર્ગદર્શનથી સાધનામાં વિશદતા મળી. જીવનમાં ધન્યતા અનુભવી.
વળી છેલ્લા પંદર વર્ષથી આફ્રિકા, લંડન અને અમેરિકા જેવા દેશોમાં જિજ્ઞાસુ મિત્રો દ્વારા તેમની સંભાવનાઓને કારણે સત્સંગયાત્રાઓ યોજાઈ. ઘણા જિજ્ઞાસુઓએ જીવનમાં ધાર્મિક લાભ પ્રાપ્ત કર્યો. જીવનના આદર્શોની ભૂમિકાનું નિર્માણ થયું.
તેમનું જીવન આપણને ઘણું પ્રેરણાદાયી છે. પોતાના નિવાસે તેઓ અવિરત ગતિએ શાસ્ત્ર-વાચનનો અભ્યાસ કરાવે છે. અમદાવાદ શહેરમાં મહિલા ક્ષેત્રે કોઈ ધાર્મિક, તાત્ત્વિક પ્રવચન કે સ્વાધ્યાયકાર તરીકે નિયમિત વર્ગો ચલાવનાર જવલ્લે જ બહેનો હોય છે. આજે અમદાવાદમાં સોસાયટી વિસ્તારમાં ૩૦૦ જેવા
બહેનો આ વર્ગોનો લાભ લે છે જેમના જીવનમાં વિશિષ્ટ જાગૃતિનો A અનુભવ થાય છે.
હુંકર
.
મારી મંગલયાત્રા Jain Education International
૩૬૧ For Private & Personal Use Only
વિભાગ-૧૪
www.jainelibrary.org