________________
અતિ સુખમય ગણાતું હતું, તે જ જીવન કાળજાને કોરી ખાવા લાગ્યું. ધર્મસ્થાનો પણ તેઓના વગર રસહીન થઈ ગયાં. આજે સમજાય છે કે મોહનીય કર્મનું કેવું વિચિત્ર સામ્રાજ્ય છે.
દિવસ જેમ તેમ પસાર થતો. રાત તો વળી મોટી સમસ્યા બની ગઈ. સૂવાનો ઓરડો, સાધનો બદલાયાં અને સહવાસ વગર નિદ્રા પણ રિસાણી. ભાગ્યે જ એકાદ કલાક જરાક ઝોલા જેવું આવતું. એમ થઈ આવતું કે આવું વ્યર્થ જીવન જીવવા કરતાં જીવનને સમાપ્ત કરી દઉં ! આવી નિરાશામાં દિવસો નથી જતા, તો વર્ષો કેમ જશે ! અને આ જીવન જીવવાનો હેતુ શો ! ધર્મની આંશિક સેવેલી ભાવના તો ક્યાંય ગાયબ થઈ ગઈ ! જાણે કંઈ કર્યું જ નથી.
મનમાં બાળચેષ્ટા જેવા તરંગો ઊઠતા કે તેઓને શોધવા જંગલમાં ચાલી જાઉં ! ભગવાનને કહું અહીં રહીશું પણ તે તેઓને પાછા મોકલી દે ! ક્યારેક મન તદન ખોટી આશા સેવતું ““આવશે”, ““પાછા આવશે.”
આ પ્રિય બાળકોને માટે તો આવશે જ વળી સગાંઓ મને સમજાવતાં કે જીવને પણ શે જવું ગમ્યું હશે ? માટે તું મનને અન્ય ધર્મકાર્યોમાં પરોવી દે. સમાજસેવામાં પુનઃ લાગી જા. પણ મારી વિચારશક્તિ કુંઠિત થઈ ગઈ હતી. લક્ષ્મીબા તો હતાં પણ લક્ષ્મીદેવીએ ધીમેથી પગ કર્યા?
તેઓની ચિરવિદાયને સાતેક દિવસ થયા અને ભાગીદારો આવ્યા. તેઓએ ભાગીદારીના દસ્તાવેજ અન્વયે કહ્યું કે જે ભાગીદારનું અવસાન થાય તેનો ભાગ રદ થાય છે. અતુલ સગીર હતો તેનો ભાગ નંખાય નહિ. મેં કહ્યું : “ભલે.” વળી જૂના ટેક્સ બાકી વિગેરે ગણતરી કરી, સામાન્ય રકમની ચુકવણી કરી, પૂરી દુકાન બધો કબજો મેળવી મારી સહી કરાવી. મારે સંપત્તિ માટે લાંબું વિચારવાનું ન હતું.
- સાંજે કાકાને વાત કરી, તેઓ કહે ““અરે ! આ ભાગીદારો જેમને જગત મુંબઈ લાવ્યો ત્યારે ભૂલેશ્વરની ઓરડીમાં રહેતા હતા તેઓ આજે તાલેવંત થયા છે. તેમણે વડીલ થઈને અતુલના હિતનો વિચાર ન કર્યો. તેઓ વડીલ હતા ત્યારે જગત તો નાનો હતો, ત્યારે તેઓ વડીલ જેવા હતા છતાં રાખી શક્યો. તેમણે જ આવું વર્તન કર્યું. અને મામૂલી રકમથી ચૂકવી દીધું ?”
આમ, એક કામ સમેટાઈ ગયું. મને કંઈ રંજ નહોતો. અને ખાસ કિંઈ કુશળતા ન હતી. મન ક્ષોભિત હતું. કાયદેસર જે હતું તે થયું. વિભાગ-૫
૧૦૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org