________________
ઉટાકામંડનો વિસ્તાર રળિયામણો છે. છતાં કાશ્મીર જેટલું ન ગણાય. પરંતુ સહેલાણીઓ માટે આનંદપ્રમોદ મળી રહે તેવું છે. એક પ્રકારની ભૌતિક નિવૃત્તિનો એ આનંદ હતો.
પુનઃ કેટલાક સત્સંગી-સહેલાણીઓ સાથે ૧૯૮૮માં ઉટી બાજુ જવાનું બન્યું હતું. ત્યારે મદ્રાસ વિગેરે સ્થળોની યાત્રાનો ભાવ હતો. જોકે બહુ યાત્રા જેવું બન્યું નહિ. આથી જ્યારે સૌ ફરવા નીકળતા કે સરોવર જેવા પાણીના પ્રવાહમાં સહેલગાહે નીકળતા ત્યારે નિવાસેહોટેલમાં સામાયિક વાંચન કરતી.
એક વાર એવા સરોવરને પા૨ે બેઠી હતી. દૂર સુધી ગીચ જંગલ હતું. દૂર નજર નાંખી અને જોતી હતી કે ભગવાન આવા જ વનમાં રાત્રિદિવસ નિર્ભયપણે ગાળતા હતા અને તે દૃશ્યથી હૃદય ભાવભીનું થઈ જતું. આ સરોવર વીસ માઈલના વિસ્તારવાળું હતું.
પ્રથમ દિવસે ઉટીમાં મિત્રોને પૂછ્યું અહીં દેરાસર હશે ? સૌ કહે નથી. સૌ બજાર વિગેરે ફરવા ગયા હતા. હું હોટેલના ઓરડામાં સામાયિક કરતી હતી. મને ભાવમાં દેરાસર દેખાય. સામાયિક પૂરા કરી બહાર નીકળી હોટેલના મૅનેજરને પૂછ્યું. દેરાસ૨માં ન સમજ એટલે કહે ‘જૈન મંદિર હૈ.’ અને સાંજે મિત્રોને વાત કરી બીજે દિવસે દેરાસર પહોંચ્યા ત્યાં પૂજા કરી. બજારના જૈન વ્યાપારી તેમના નિવાસે લઈ ગયા અને આદરપૂર્વક પ્રીતિભોજન કરાવ્યું. ઘણા દિવસે પ્રભુનો સ્પર્શ મળ્યો. મારું હૃદય પ્રસન્ન થઈ ઊઠયું હતું.
સ્વપ્નની જેમ બે વરસ પસાર થયાં. સમય જલ્દી પૂરો ક્યારે થાય અને લાંબો ક્યારે લાગે તે માનવના મનની અંતર પરિસ્થિતિ અને બાહ્ય સંયોગો પર આધારિત છે. ઘડિયાળના કાંટા તો એના એ જ ફરે છે. કૅલેન્ડરનાં પાનાં પણ ફરતાં રહે છે. માનવનું મન લોલકની જેમ લટક્યા કરે છે.
અમદાવાદમાં કૌટુમ્બિક જીવનની કેટલીક ઘટનાઓથી સંઘર્ષ પેદા થતો, કેટલાક સામાજિક બંધનો પણ ખરાં, મુંબઈમાં તો તદન સ્વતંત્ર જીવન. કંઈ અંતરાય નહિ. સૌની તંદુરસ્તી પણ ખરી. વળી ધર્મભાવનાના કારણે પણ આંતરિક આનંદ જે સાંસારિક પુણ્યયોગ સાથે જોડાયેલો હતો. જીવન એક સંવાદિતાથી વહ્યું જતું હતું. રાત્રિદિવસ આંખની પલકમાં પસાર થતાં એવું લાગતું.
વિભાગ-૪
Jain Education International
૯૨
For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org