________________
મેં સિનેમા, નાટક, પ્રદર્શન, લગ્ન જેવા પ્રસંગો, અરે યાત્રાનાં સ્થળો, ઉપાશ્રયો સર્વ સ્થાનોએ જવાનું છોડી દીધું હતું. ક્યાંય એકલી ગયેલી નહિ તેથી ક્ષોભ થતો હતો. એકાદ વરસ પછી મને બાળકો માટે ખ્યાલ આવ્યો તેથી તેમને લઈ સાંજે દરિયાકિનારે જાઉં, વળી કોઈ સ્થળે તેમના મિત્રો સાથે લઈ જાઉં. પણ તે થીગડાં મારવા જેવું. તેમની રુચિ પ્રમાણે અન્ય જરૂરિયાત પૂરી થતી હતી.
તેમના પપ્પાની જેમ વિપુલ સામગ્રીઓ લાવી શકતી નહિ. આમે કરકસરની પ્રકૃતિ, તેમાં ગાંધીજીના આદર્શની અસર સ્વીકારેલી. શ્રમ અને સાદાઈ, તે વળી સારા માટે છે એવા વિચાર એટલે બાળકોને પણ એ પદ્ધતિએ ઉછેર કરવાનો પ્રયત્ન કરતી. દક્ષાને હજી ખાસ સમજ ન હતી તે ગોઠવાઈ ગઈ. અતુલ બાળપણથી પપ્પાના શોખ અને પદ્ધતિથી ઊછર્યો હતો. તેને કોઈ વાર કંઈ લેવા જવાની ઇચ્છા થતી. તે વળી સમયોચિત પૂરી થતી.
થોડા દિવસ થયા, અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વીમા કંપનીના માણસોને લઈને આવ્યા. તેઓનો એક લાખની રકમનો વીમો મારા નામે ચઢાવેલો હતો. તે રકમ મારે સહી કરીને લેવાની હતી.
મેં કહ્યું: અરે! તેઓના મૃત્યુ નિમિત્તે મારે ધન લેવાનું છે? મારે તે જોઈતું નથી.”
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે : બહેન, આ તો કાયદાની પદ્ધતિ છે. તેમાં મારે સહી કરવાની વિધિ કરવી ફરજિયાત છે. આમ તેઓએ મને પંદર મિનિટ સમજાવી. મેં આંખમાં અશ્રુ સાથે સહી કરી ચેક લીધો, તે વખતે મારા હાથમાં કંપ થયો, સાથે મનમાં એક સદ્દવિચાર ઝબક્યો કે આ રકમ સાંસારિક કામમાં નહિ વાપરું, પણ તેનાથી સત્કાર્ય કરીશ. સમય પ્રમાણે તે રકમ સત્કાર્યમાં વપરાઈ હતી. આ વિચારની પાછળ મને લાગ્યું કે તેઓની જ કોઈ સાત્ત્વિકતાએ બળ આપ્યું હશે. રસોઇયા મહારાજની ભાઈની હાલપ :
સવારે મહારાજ મારી ટેવ મુજબ દૂધ-નાસ્તો લાવે. હું તે હડસેલી મૂકું અને રડીને મહારાજને કહ્યું ““તેઓને ગમતું તેવું કંઈ પણ મારી પાસે લાવવું નહિ.” બપોરે જમવાનું લાવે, મારો આ જ કકળાટ : “ભાઈને ગમતી કોઈ ચીજ કરવાની નહિ, મને આપવાની નહિ.” એક વાર કારેલાનું શાક લાવ્યો. તે બહુ સુંદર બનાવતો. તેઓ શોખથી ખાતા. મેં એ શાકવાળી થાળી પાછી આપી. વિભાગ-૫
મારી મંગલયાત્રા
૧ne
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org