________________
છે. વ્રત વચન કાયાથી તો પળાયું પણ મનને દૃઢ રાખવા પ્રયત્ન કરવો પડયો હતો.
જોકે એ રીતે પણ પછીના ચાતુર્માસમાં આ ક્રમ જળવાઈ રહ્યો, તેથી લાગ્યું કે અભ્યાસ કરવાથી એ વ્રત પાળવું શક્ય છે. અને તેમાં પ્રસન્નતા રહી. મને લાગતું કે એ દિવસોમાં ધર્મ-અનુષ્ઠાનોમાં પણ સ્થિરતા રહેતી, અને પતિપત્નીના સંબંધોમાં સ્નેહમાં નિર્દોષતા રહેતી. મોટે ભાગે વાસનાના આવેગને જીવો પ્રેમ માને છે, તે ખોટું છે તે સમજાતું ગયું. યદ્યપિ વાસના જિતાઈ ન હતી.
વ્રતમાં વિક્ષેપ :
લગભગ ૧૯૪૫માં તેઓએ પર્વાધિરાજ શ્રી પર્યુષણમાં અઠ્ઠાઈ તપની આરાધના કરી. છેલ્લા દિવસ સુધી સ્વસ્થતાપૂર્વક, સઉલ્લાસ, શાતા સહિત તપ પૂર્ણ કર્યું. મને ભાવ હતો સાથે અઠ્ઠાઈ કરવાનો પણ ચાર ઉપવાસ પૂરા થતાં પહેલાં તો મનોબળ તૂટી ગયું. રાત્રે ઊંઘ ન આવે, આહારસંજ્ઞા જાગી ઊઠે, એટલે એ ભાવના અધૂરી રહી. પછી ક્યારેય એ હિંમત ન આવી.
અઠ્ઠાઈ તપના પારણે સાધુમહાત્માનાં પગલાં કરાવ્યાં. વહોરાવવાનો ઉમંગભેર લાભ લીધો. પછી અમે હાથ જોડીને ઊંભા રહ્યાં. મહારાજ સાહેબ કહે, ‘‘કંઈ પ્રતિજ્ઞા લો.’’ અમે તો હાથ જોડીને ભાવપૂર્વક ઊભા હતાં. તેમણે સ્વયં એક માસ બ્રહ્મચર્ય અને રાત્રિભોજનત્યાગનું પચ્ચક્ખાણ આપ્યું. અમારા હાથ જોડેલા હતા.
રાત્રિભોજનત્યાગ તો સહજપણે થતું. પણ અમે છેલ્લાં બે વરસથી ચોમાસામાં પ્રથમનું ૧૫ માસી બ્રહ્મચર્ય વ્રત સ્થૂલપણે પાળતાં હતાં. તેથી એ વ્રત તરત જ કરવાનું હતું. અને અંતરાય વગર લંબાવવામાં જરા કસોટી થઈ. વ્રતમાં ટકી ન શક્યા ત્યારે પ્રાયશ્ચિત્ત લેવાની સમજ પણ ન હતી. અને સંકોચ પણ ખરો. વળી જાણીજોઈને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત શું હોય ! આમ વ્રતભંગ થયો હતો.
મેં પહેલાં જ જણાવ્યું છે કે જ્યારે મારા જીવનપ્રસંગો લખવાની હિંમત કરી તે ત્રાહિત વ્યક્તિપણું રાખીને લખું છું તેથી મનમાં ભૂતકાળ સતાવતો નથી. આવી ઘણી ક્ષતિઓ થતી હતી. અહીં સહેજે જણાવી છે. વિભાગ-૩ મારી મંગલયાત્રા
૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International