________________
મારી મંગલયાત્રાનો મર્મ |
“મારી મંગલયાત્રા.” શાસ્ત્રકારોએ મંગલનો અર્થ કર્યો છે કે મંગલ એટલે સુખને લાવે, અથવા પાપને ગાળે. પરંતુ અહીં મેં આ પુસ્તકનું નામ મંગલયાત્રા આપ્યું તેનું અનુસંધાન આ છે :
પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરજીની તિજોરી મળી (પુસ્તક) તે ખોલતાં યાત્રા વિષેનો સુંદર અભિગમ મળ્યો.
“સગુણોના અર્જન દ્વારા જ્યાં આત્મા પ્રભુત્વની ભૂમિકાને સ્પર્શી જવા સતત પ્રયત્નશીલ બન્યો રહે છે એ યાત્રાનું નામ “મંગલયાત્રા'. અહીં કહેવાતાં સુખો કદાચ ઓછાં હોય છે તોય પ્રસન્નતા તો પાર વિનાની હોય છે.
પૂ.શ્રીનો સમ્યગુ સંપર્ક તો હતો. તેમાં વળી તેમના જ્ઞાનધનની તિજોરીમાં યાત્રાનું હાર્દ મળ્યું. પુસ્તકના નામ વિષે મનમાં કંઈ વિકલ્પ ચાલતો હતો. પણ છેલ્લા કેટલાય સમયથી એક પ્રભુકૃપા ઊતરી છે કે આવા પ્રસંગોના ઉકેલ સામેથી મળી જાય છે, તેવું અહીં બન્યું છે.
તેઓશ્રીએ જીવનયાત્રાને તો સતત તનાવવાળી અને સુખ કે સાર વર્જિત કહી છે. “મંગલયાત્રા” નામધારણને મારી પૂરી યોગ્યતા હાલ ભલે ન હોય પણ ભાવનાએ તો મને મંગલકારી જણાઈ છે. તે રીતે કે જન્મતાં દાદીએ ગળથુથીમાં નવકાર મહામંત્ર આપ્યો ત્યાંથી અજાણે મારી મંગલયાત્રાનો પ્રારંભ થયો. ત્યાર પછી તેમાં તાત્કાલિક કોઈ વિશેષતા ન થઈ. પરંતુ મંત્રબીજ વવાયું તેમ માની શકાય.
તે મહામંત્ર બેત્રણ વર્ષની ઉંમરે કંઠે વસ્યો, વળી વય વધતાં તે જ મહામંત્ર સૂતાં ઊઠતાં ચૂંટાયો, અને શુભ પ્રસંગોમાં ગણાતો ગયો. આમ અજ્ઞાત અવસ્થામાં મંગલકારી મંત્ર સંસ્કારરૂપે ઘડાતો ગયો, તેની માત્રા અતિ અલ્પ હતી. પરંતુ તે સ્વયં મહામંત્ર હતો તેથી સૂક્ષ્મ રીતે જળવાઈ રહ્યો, સમયે પ્રગટ થયો.
વળી આ મંત્ર સાસરે પ્રથમ વાર પ્રગટ બોલવાનો થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ મંત્ર બરાબર ઘૂંટાયો નથી. પછી તો તે મંત્રને ઘૂંટતાં બીજા ઘણા શુભયોગ મળ્યા તે આપણે પ્રસંગે જોઈશું. અહીં તો એ જ કહેવું છે કે આ પ્રમાણે મંગલયાત્રા નામકરણ સુપ્રયોજ્ય જણાયું છે.
પ્રકાશ અને અંધકાર એ સનાતન સત્યો છે. તે જીવનમાં પણ સર્જાતાં હોય છે. મંગલયાત્રાનો પ્રારંભ એ પૂર્ણતા નથી પરંતુ શૂન્યમાંથી સર્જન મારી મંગલયાત્રા
વિભાગ-૧
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org