SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રી કહે છે કે પ્રભુનું ધ્યાન, ગુણગાન, દર્શન બધું જ સમકિત રૂપ છે. જેમ કે પ્રભુના ક્ષમાગુણનું ધ્યાન સ્વસંવેદનરૂપ બને ત્યારે તે આંશિક સુખનો અનુભવ કરાવે છે, તો પછી જ્યારે પ્રભુ, તમે તો ક્ષમાગુણના શિખરે રહ્યા ત્યાં કેવો આનંદ ? તે ગુણમાં જો આપણી તન્મયતા થાય તો જ્ઞાનરૂપ છે. તે ગુણમાં ઊંડી લીનતા તે ચારિત્ર છે. આત્મા-પરમાત્માનું ત્યાં અંતર નથી. ભક્તિ દ્વારા રત્નત્રયીનું પ્રાગટ્ય છે. ભક્તિયોગ સાથે દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવ તે પછી કેવળ ઉદાસીન, નિર્વિકલ્પતા, તે સમકિતની પૂર્ણતા છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેવી રીતે લેવો ? દૃશ્યોમાં અટવાઈ જવાને બદલે ચેતના માત્ર જોવાની ક્રિયા કરે તે દ્રષ્ટાભાવ, જાણવાની ક્રિયામાં ઉપયોગ તે જ્ઞાતાભાવ. આત્મા જ્યારે જોયો જાણતો હતો ત્યારે તે તે પદાર્થ અને વ્યક્તિનું સારી-ખરાબનું મૂલ્યાંકન કરી રાગદ્વેષની લહેરોમાં અટવાઈ જતો હતો. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં અટવાતો નથી. જ્યારે જ્યારે તેઓશ્રી સાથે બોધવાર્તા થતી ત્યારે લાગતું કે તેઓ નખશિખ ભક્તિયોગથી ભીંજાયેલા છે, તેમાંથી આ બોધરસ નીકળે છે. ત્યારે વિચાર આવતો કે અન્ય રસનાં પીણાં કેવાં ફિક્કાં હોય છે ? અને આ રસ આત્મપ્રદેશ પ્રદેશે ઝરતો અમૃતપૂર્ણ હોય છે. તેઓ તે સમયના ભાવ યોગમાં ડૂબકી મારતા હોય તેવું જણાતું. * તેઓ કહેતા : મન જ્યારે નિસ્તરંગ, નિરાશ્રય બને ત્યારે શુભ કે અશુભ કર્માણુઓનો પ્રવેશ થતો નથી. ત્યારે જીવનો ઉપયોગ પુણ્યપાપના કંરહિત હોય છે. ત્યાં કર્મ કેવી રીતે પ્રવેશે ? ત્યારે બંધ નથી અને કર્મનો ઉદય થશે તો તે નિર્જરા માટે હશે. પછી ગજસુકુમારનું દિષ્ટાંત આપતા. એ ધ્યાન દશા એટલે સ્વરૂપસ્થિતિ, પોતાની અંદર ઠરી જવું તે સાધુજનોનું કર્તવ્ય. પ્રભુના ધ્યાન વિષે કહેતા : પ્રભુ પદાર્થ પર ચક્ષને ટેકવી રાખતા. એ માત્ર જોવાનું ઘટિત થાય છે. વાસ્તવમાં પ્રભુ અંદર પહોંચી ગયા હોય છે. બહારના ગમે તેવા ઉપસર્ગોમાં પ્રભુના ભીતરી ખંડનો લય હતો. સ્વયં પોતે કહેતા : અઢળક શાસ્ત્રોનું અધ્યયન કર્યું ત્યારે જે વાત સમજાઈ નહોતી તે વાત દેવચંદ્રજીનાં સ્તવનોથી સમજાઈ કે શાસ્ત્ર ચક્ષુ વિભાગ-૧૦ ૨૭૮ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy