________________
ભાઈ : મારાથી મોટા હતાં ગ્રેજયુએટ થઈ શક્યા નહિ એટલે નોકરીમાં તકલીફ થતી. બાપ-દાદાનો ધંધો નહિ. “તેઓએ” લોખંડના એસોસિએશનમાં મૂકી આપ્યા. પરંતુ લગ્ન થયેલાં, જુદા રહેલા, સંતાનપ્રાપ્તિ થતી રહી... આ કારણોથી તે પણ આર્થિક ભીંસમાં રહેતા એટલે મારી પાસે અપેક્ષા રાખતા. વળી સામાન્ય સહાય કરવાથી નભતું.
બીજી બાજુ પોળમાં વડીલનો ઉપાશ્રય. અમારું કુટુંબ અગ્રગણ્ય ગણાય. પર્વોની આરાધનામાં પ્રભાવનાની; ઉત્સવની ભાવના થતી એટલે તેમાં ધનનો સદ્વ્યય થતો તેવું “તેઓને વડીલને લાગતું. અને તેઓ તે પ્રમાણે સત્કાર્યો કરતા.
મારું સાસરું અને પિયર એક જ પોળમાં એટલે આ બધું સૌની નજરે પડતું, તેથી પણ સહાય માટે કોઈ વિકલ્પો તે સૌને ઊઠે તે બનવા જોગ હતું. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ વડીલની હાજરી એટલે અમારી મર્યાદા રહેતી.
અમે મુંબઈ સ્થળાંતર કર્યું ત્યારે ઉપરની હકીકતમાં કોઈ ફેર પડ્યો ન હતો તેની મને રંજ જરૂર રહેતો. પણ નાની વય, સ્ત્રી પ્રકૃતિની ઉદારતા ઓછી એટલે મારાથી વધુ કંઈ બનતું નહિ. જે કંઈ આશિક બનતું તેમાંથી કંઈ વળતું નહિ. દરેકની બધી જ જરૂરિયાત પૂરી થઈ શકતી નહિ. માનવજીવન કેવળ સુખ ભોગવવા માટે નથી :
ઉપરનાં આ કારણોથી કે કોઈ પૂર્વના સંસ્કારથી ગમે તે કારણે તેઓના નિરંતર સહવાસ સિવાય, ખૂબ મોજશોખ, ખૂબ વસ્ત્રાલંકાર, ખૂબ સાધનસામગ્રી વિગેરેમાં સુખ તો લાગતું પણ લોલુપતા ન થતી. ક્યારેક વૈભવનો અહંકાર આવી જતો, પરન્તુ અન્ય સેવાનાં ક્ષેત્રોના કારણે તે વધુ વેગ ન પકડતો. તેઓના શાંત સરળ સ્વભાવ, ખૂબ પ્રેમભર્યા સહવાસમાં મને ક્યારેક સુખનું શિખર હોય તેવું લાગતું. છતાં ભૌતિક સુખ કેમ મૂંઝવતું હશે ?
આમાં પૂર્વે જણાવેલાં ઘણાં કારણો સાથે મુખ્ય કારણ મને લાગતું કે આપણે સુખી છીએ. સમય છે તો તેનો ઉપયોગ કરવો. સવિશેષ માનવસેવાનાં કામ કરવાં, એવી એક ભાવના હૃદયમાં ભરેલી હતી.
એક દિવસ સાંજે બેઠા હતા. મેં પૂછયું : ““આખો દિવસ વિશાળ ઘરમાં મારે શું કરવાનું !'
“બાળકો છે, નવલકથાઓ વાંચો, સામાયિક કર.” એવા જવાબથી મારી મંગલયાત્રા
વિભાગ-૪
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org