SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર કે બાઈ અને દર માસે રોકડા રૂ. ૩૫૦ મોકલવા (૧૯૫૪માં) એમ નક્કી કર્યું. વડીલો અને લક્ષ્મીબાની નજર ઉપર જણાવ્યું તે મિલકત પર હતી. તે અધધધ-ઘણું લાગે તે સ્વાભાવિક હતું. એના પ્રમાણમાં આ ઘણું ઓછું કહેવાય. તે પણ સાચું હતું. મને એમ કે હવે આ પતી જશે. તેઓ અમદાવાદ પહોંચ્યા. બંગલો છોડીને પોતે પોતાના પિયર બા પાસે રહેવા ગયાં. થોડા સમયમાં તેમણે કોર્ટમાં કેસ કર્યો. લક્ષ્મીબા ખરેખર ભોળાં હતાં. સાથે હિતાહિતનો સાંસારિકપણે વિચાર કરવાની ક્ષમતા ઓછી હશે ! ગમે તે, પરંતુ સામાન્ય સ્ત્રી-પ્રકૃતિએ વિચારીશું તો તેમાં તેમના પક્ષે ખોટું ન ગણાય. તે સમયે હું તેમની સગવડમાં સહમત હતી. તેથી તેમને સુખ મળે એવી ભાવના રાખતી. અલબત્ત સ્ત્રીની સામાન્ય પ્રકૃતિના પ્રમાણે મને કંઈ તેમનો આ વર્તાવ ગમ્યો તો ન જ હતો. પણ લેણદેણ ગણી દુઃખ સાથે સમતા રાખવા પ્રયત્ન કરતી. આજે વિચારું તો લાગે કે તેમની ભૂમિકા પ્રમાણે અન્યની સલાહ મુજબ જે કાંઈ કર્યું તે તે વખતે તેમને માટે ઠીક હશે ? ખેર. લક્ષ્મીબા :- મારા સમાન હક્કનું શું ? તેમણે વિચાર્યું કે આ ઘરમાં હું આવી, તું આવી. તેઓ હતાં, ત્યાં સુધી વીલના બંધારણ પ્રમાણે બધું પતિનું. અમદાવાદનું ઘર અતુલના નામે હતું અને મુંબઈની મિલકત મારે નામે હતી. તેમણે વિચાર્યું કે હું અને તું બન્ને સરખા હકદાર છીએ. ત્યારે તેમણે નાનાં બાળકોની નોંધ નહિ લીધી હોય અને તેમણે જોયેલું કે આટલી અઢળક સંપત્તિ એ એકલી ભોગવે ? તેમને સમજાવવા કઈ રીતે કે હું ભોગવતી નથી, મારે ભોગવવી નથી. મારે તો તે ઉપાધિ છે. વાસ્તવમાં મને જ મારી વ્યવસ્થા અને મિલ્કતની પૂરી સમજ ન હતી. વડીલે વીલ દ્વારા તેમની પૂરી વ્યવસ્થા કરી હતી. આથી તેમના હક્કનો પ્રશ્ન ન હતો. તેઓ સુખેથી રહે તેવી ભાવના રાખતી. જોકે તેમને તો ઘણી અપેક્ષા હતી. - અમદાવાદ મહાવીર સોસાયટીમાં અમારા બંગલામાં દેરાસર હતું. તેમાં ચાંદીનું સિંહાસન વિગેરે હતું. તે લક્ષ્મીબા આબુ લઈ ગયાં. વળી પેલા સાધુ-મહાત્મા સાથે તેઓ આબુ દેલવાડા રહેવા લાગ્યા. તેમના કહેવા પ્રમાણે ખર્ચ કરતાં. એટલે એમને જે કંઈ વીલના આધારે મળેલું તે થોડા વખતમાં વપરાઈ ગયું. કાળક્રમે સાધુ-મહાત્મા કાળધર્મ પામ્યા. તેમનું કંઈ લખાણ નહિ એટલે આ ચાંદીની લાખોની સામગ્રી સાથે ભગવાનનો કબજો દેલવાડાની પેઢીએ લઈ લીધો. આજે પણ આ વસ્તુઓ વિભાગ-૫ ૧૨૦ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy