________________
જીવન ઉત્તમ રીતે જીવવાનો હજી ઘણો યોગ છે. આપણા કરતાં પણ ઘણાં દુ:ખી જીવો છે તેમને સહાય કરવી. જીવનની બીજી તકોને વિકસાવી જીવન સાર્થક કરવું. તેઓ થોડા દિવસ રહ્યા પરંતુ જીવનકાળ સુધી તે સહારો સચવાઈ રહ્યો. ખરેખર, ડૂબતા માનવને સાગરમાં સીસમનું લાકડું મળ્યું તેવું લાગ્યું. બાળકો પણ તેમની પાસે બેસતા ત્યારે બાળકોની સાથે પણ તેઓ પ્રસન્નતાથી વાતચીત કરતા. થોડા દિવસ પછી તેઓ વિદાય થયા. સમયનું વહેણ વહેતું હતું?
ભોર ભયો ને શોર સૂણું, કોઈ હસે કોઈ રૂએ ન્યારું, સુખિયો સૂએ દુ:ખિયો રૂએ અકલ ગતિએ વિચારું.”
- શ્રી મુનિસુવ્રત જિન સ્તવન દુઃખ શું છે ? સુખ ક્યાં છે? વિચારવાનું માનવનું પરિબળ કેટલું !
જીવન આમ ઝોલા ખાતું હતું. જીવનમાં પહેલાં પણ કંઈ ધ્યેય નક્કી કર્યું ન હતું. એવી સમજણ પણ ન હતી ને ! પણ સુખથી વહેતું હતું. આજે તો કોઈ ધ્યેય નક્કી થાય તેવી માનસિક સ્થિતિ ન હતી. એટલે ઉપરની પંક્તિ પ્રમાણે જીવન વ્યતીત થતું હતું. અંતરમાં ઘેરો શોક ભર્યો હતો. છતાં તેમાં સહસ્રાંશ જો શાંતિ મળતી હોય તો તે કંઈક ધર્મભાવનાની હતી. સંતો અને મિત્રોના સહવાસની હતી.
આ બધું લખતાં વિચારું છું કે આજે એ શોકની કંઈ અસર ઊપજતી નથી ને! આ પૂરો લેખ લખવાની હિંમત જ જીવને ત્રાહિત વ્યક્તિની કથા ઉપજાવીને લખતી હોઉં તેવું લાગ્યા પછી જ કરી છે. જેમ કોઈ સતીની કથા વાંચતાં વાસ્તવિકતા સ્પર્શ, દિલ દ્રવે, ઉપદેશ સ્પર્શે, સત્ત્વ મળે અને તત્ત્વદૃષ્ટિએ સમાય તેવું કેવલ આંશિક લગભગ અનુભવું છું. આ મારી કથા નથી પણ જીવોની કર્મની અનેક પ્રવૃતિઓની વિચિત્રતાનું દર્શન છે. હા, સતીઓ કે પુરુષો જેવી ઊંચાઈ કે મહાનતા નીપજી નથી એટલે સામાન્ય જીવનઉપયોગી જીવનની કથા, વ્યથા છે. છતાં દેવગુરુ કૃપાએ ધર્મક્ષેત્રે નીપજેલી આંશિક સાર્થકતા અને સફળતા સૌને બોધરૂપ નીવડશે. આખરે આપણે મંગલયાત્રા તરફ જવાનું છે ને !
સમય વણથંભ્યો પસાર થતો હતો. વળી કંઈક સૂઝ થવા માંડી હતી. ચાર-છ માસ થાય ત્યારે નણંદોને, બહેનને, બાપુજીને એમ બોલાવ્યા કરતી. તેઓને મળ્યાનો સંતોષ થાય, મને અને બાળકોને ઘર ભર્યું ભર્યું લાગે. અતુલ-દક્ષાને ખૂબ જ ગમતું, એ સૌ બાળકો ઉપર પ્રેમ રાખતાં. મારી મંગલયાત્રા
૧૧૫
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org