________________
લીધાં હતાં. તેઓ વ્યવહારનિપુણ હતાં તેથી બધું સંભાળી લેતાં. આથી મારે માથે ખાસ ભાર હતો નહિ.
એ સમયે મારું સામાજિક કાર્ય ચાલુ હતું. એટલે ભૂપેન્દ્ર (અતુલ)નાં લગ્નની જેમ માનનીય ગવર્નર, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય પ્રધાનો, સામાજિક કાર્યકરો વિગેરે પધાર્યા હતા. તે પ્રસંગ માટે શોભાસ્પદ હતું. સૌની સાથે ફોટા પણ પડતા હતા. કૌટુમ્બિક રીતે પણ ઘણો સુમેળ હતો. સર્વ કુટુંબીજનોને આમંત્રણ આપ્યું હતું. અતુલે મંડપ, જમણવાર વિગેરેની સુંદર રચના કરી હતી. એ રીતે લગ્નસમારંભ સાનંદ સંપન્ન થયો. વેવાઈપક્ષ પણ પ્રતિષ્ઠિત અને સંપન્ન હોવાથી ઘણો સમુદાય ઉપસ્થિત હતો.
વરકન્યાને વિદાય આપવાનો સમય થયો. સવિશેષ દક્ષાને વિદાય આપવાની હતી. અતુલ વરઘોડે ચઢ્યો અને પપ્પાની સ્મૃતિમાં જે વાતાવરણ થયું હતું તેવું રુદનનું વાતાવરણ દક્ષાને વિદાય આપતાં થયું. લાડકોડથી ઊછરેલી કન્યાને અન્યના હસ્તમાં સોંપી દેવાની? જોકે આજે કંઈ તે બહુ દુઃખદાયી મનાતું નથી. કારણ કે પતિ સાથે પરિચિત હોય છે. છતાં વિદાય એટલે વિદાય.
આ વાતાવરણ જો ઈ નિરંજન બોલ્યા : ““મમ્મી, તમે દક્ષાની ફિકર ના કરશો. અમે દક્ષાને બરાબર સાચવશું.”
વરકન્યા અને તેમનો પક્ષ વિદાય થયો. અમારાં સ્વજનો વિદાય થયાં. ધમધમતા મંડપમાં સૂનકાર છવાયો. અમે સૌ ઘરમાં આવ્યાં. એ જ ઘર હતું. એક જ વ્યક્તિ ગઈ હતી. ઘર ખાલી લાગ્યું. રમોના કહે : મમ્મી, દક્ષા સાસરે ગઈ... ઘર સૂનું લાગે છે.” અને ૨ડી ગઈ. મેં કહ્યું : તું પણ આમ જ આવી હતી ને ? ત્યાં તો પૌત્રી નંદિતા રડવા લાગી : મને આન્ટી સાથે પરણાવી દોને તો હું તેની સાથે સાસરે જાઉં. મને આન્ટી વગર ગમતું નથી.”
આવા પ્રસંગો જીવનમાં બને છે, અવનવા ભાવો ઊઠે અને અમે
છે.
ત્યાર પછી કેટલાંક કામો સમેટ્યાં. સૌ નિદ્રાધીન થયાં. સવાર પડી, સૌ કામે લાગ્યાં. રિવાજ પ્રમાણે દક્ષા સાસરેથી પ્રસન્નચિત્તે આવી. આમ આ પ્રસંગ નિર્વિઘ્ન ઉકેલાયો.
ત્યાર પછી સૌની વિચારસરણી પ્રમાણે દક્ષા-નિરંજન પિતાશ્રીથી અલગ રહ્યાં. તેમની હાઈકોર્ટની કારકિર્દી ક્રમે કરીને ખૂબ વિકસતી ગઈ. વિભાગ-૭
મારી મંગલયાત્રા
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org