________________
ધર્મપ્રેમી સુશ્રાવિકા સુનંદાબેન યોગ્ય ધર્મલાભ
સિદ્ધાંતનો અર્થ આપણે આ પણ કરી શકીએ કે જેને જીવનમાં આત્મસાત્ કરવાથી આત્મા અંતે સિદ્ધ બનીને જ રહે તેનું નામ સિદ્ધાંત.
દૂર દેશમાં ગંભીર ગણાતા તાત્ત્વિક વિષયને સરળતાથી સમજાવી તમે ત્યાંના વર્ગને શ્રદ્ધાવાન બનાવી સદાચારવાન બનાવવામાં જે સફળતા હાંસલ કરો છો તે જાણી આનંદ થાય
રોજીંદા જીવન વ્યવહારમાં પ્રભુ આજ્ઞાનો સ્પર્શ અનુભવવા મળે એ સાચે જ વિરલ પરાક્રમ છે. એવું પરાક્રમ કરનારા વિરલાઓની સંખ્યા વધતી જાય તેમાં નિમિત્ત બનવાનો લાભ મળે સ્વ-પર શ્રેય થાય.
દેવ-ગુરુ કૃપાએ અત્રે આનંદ-મંગળ વર્તે છે. ત્યાં પણ તેમ જ હશે. ગઈ કાલે સાંજના જ તમારો પત્ર મળ્યો. તમારા સંસ્મરણોના બહાર પડનાર પુસ્તકને “મારી મંગલયાત્રા' એ નામ આપવાનું નક્કી કર્યું એ જાણી ખૂબ આનંદ થયો. - સાચા અર્થમાં એ પુસ્તક વાચકોની જીવનયાત્રાને મંગલયાત્રામાં રૂપાંતરિત કરી દેવા માટે પ્રોત્સાહક બન્યું રહે એજ અંતરની શુભકામના...
અમે આજરોજ જયપુરમાં પ્રવેશ કર્યો છે. ૧૨ ભાવનાની અનુપ્રેક્ષા હાલમાં ચાલી રહી છે એ જાણી આનંદ થયો.
હમણાં જ સાધુ ભગવંતોને અપાયેલ વાચનામાં એક વાત એ કરી કે “બીજા માટે આપણે જે કરીએ એ આપણી શક્તિ છે. પણ બીજાનું આપણે પ્રસન્નતાપૂર્વક સહીએ એ આપણો પ્રેમ છે. જીવનમાં શક્તિ જરૂર ઉભી કરીએ પણ શક્તિ કરતાં ય પ્રેમને આપણે વધુ પ્રાધાન્ય આપતા રહીએ.”
એજ શુભકામના સાથે - રત્નસુંદરસૂરિ
૧ ૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org