________________
વાસ્તવમાં સગાં, સ્વજન, મિત્રોનો સહવાસ હતો. સાધનસામગ્રી હતી. પરંતુ છેલ્લાં વર્ષોમાં મારું જીવન તેઓના આધારે હતું. તેઓની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી. આથી અન્યત્ર મને કંઈ લગાવ રહ્યો ન હતો. આથી મારા મનને હજી સમાધાન થતું ન હતું, કે તેઓ વગર અમદાવાદ કેવી રીતે જીવવું ! જે સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. બંને બાળકો સાથે ગંભીર વિચારણા ? :
મારા પર ગાંધીજીની વિચારધારાની અસર તેથી શ્રમની મુખ્યતા રાખી, એક જ નોકરથી કામ ગોઠવ્યું. ગાડી પણ મુંબઈથી એકાદ વર્ષે આવી. ત્યાં સુધી બસ-રિક્ષાથી નવ્યું. બાળકોને મોટરને બદલે સાઈકલ પર જવાનું રહેતું. આ સાદાઈ અને શ્રમ મારા માટે સંતોષકારી હતાં. બાળકોનું બધું સચવાતું પણ તેમણે જિંદગીનાં પ્રથમ વર્ષોમાં પિતાની હાજરીમાં જે સુખસામગ્રી, અઢળક વસ્ત્રો, અનેક પ્રકારના ખાવા-પીવાના શોખ, રમતનાં સાધનો, મોટરની સગવડ એ બધું અલ્પ થઈ ગયું હતું. તેમને એ વખતે દુ:ખ લાગ્યું હશે. પણ કહેવા જેવી વય નહિ ! તેઓ ટેવાઈ ગયા હતા. તેમની કોઈ ફરિયાદ નહોતી.
દક્ષાને મમ્મીની સાથે રહેવામાં જ બધું સમાઈ જતું. અતુલને જે કંઈ ઊણપ હતી તે મિત્રો કે સગાં દ્વારા પૂરી કરી લેતો. તે સ્વયં ઉદાર અને કોઈનું કામ કરી લેવાની વૃત્તિવાળો. તેમ સગાંઓ તેને ખૂબ જ પ્રેમથી સાચવતા. મારા સાદાઈના આદર્શની ધૂનમાં બાળકોના મનના ઊંડા સ્તર પર શું ચાલતું હોય તેની મને સૂઝ ન હતી. મને લાગતું સાદાઈ તો આદર્શ છે. વડીલો કહેતાં શું દુઃખ છે ? નોકરો અને બીજી સગવડ મૂકી શા માટે ગરીબીમાં જીવે છે? શું જવાબ આપું? એ સાદાઈમાં મને હવે દુઃખ ન હતું. સ્વેચ્છાએ મેં તેનો સ્વીકાર કર્યો હતો. તેથી મને સંતોષ હતો. બાળકોને સારા સંસ્કાર મળે તેવું મારું મંતવ્ય હતું.
એમ કરતાં અતુલ લગભગ વીસનો થયો. દક્ષા પંદરની થઈ. એક વાર નિરાંતની પળે વાત કરતાં તેઓએ મનમાં પડેલા કેટલાક વિચારો વ્યક્ત કર્યા. ત્યારે ખબર પડી કે પપ્પાએ ભલે દસ વર્ષમાં પણ, ઘણાં સુખ-સગવડ અને તેમની ઇચ્છાઓ પૂરી થાય તેમ ઉછેર્યા હતાં. અને મેં તો પછી એકાએક જ તેમને, સાદાઈના આદર્શોમાં સાધનસગવડો ગૌણ કરી ઉછેર્યા. મારી કરકસર તેમને માટે ક્યારેક અગવડ ઊભી કરતી. વિભાગ-૬
૧૩)
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org