________________
ભદ્રિક, ઉંમર ૧૧ વર્ષની, તેથી બીજી કંઈ સમજ ન હોય, આમ કહી રડતી અને તેની સાથે હું પણ રડી જતી. વાત્સલ્યથી તેને સમજાવતી, આખરે તે પણ ગોઠવાઈ ગઈ. અતુલ આમ પણ ઘણો મળતાવડો એટલે થોડા વખતમાં મિત્રોમાં અને ભણવામાં ગોઠવાઈ ગયો. મુંબઈની જેમ અમદાવાદમાં પણ લક્ષ્મીજીને પગ થયા :
અમદાવાદ અતુલના પિતા અને દાદાએ સર્જન કરેલી સંપત્તિ ઠીક હતી તે વિશેષ સ્થાવર હતી. એ સઘળો વહીવટ કરવાની પણ ત્રેવડ જોઈએ. તેથી તેનું વેચાણ શરૂ કર્યું. પોળનાં ત્રણ ઘર ભાડે આપેલાં એટલે આપણી ગરજને કારણે ઓછી કિંમતે વેચાણ થયું. બજારમાં માર્કેટમાં બે દુકાનો હતી. તે એક સંબંધીએ અતુલને સમજાવી થોડા વખત માટે ભાડે લીધી, પછી તે પોતે જ ઓછી કિંમતે લઈ લીધી. બીજી દુકાન પણ વેચાઈ ગઈ. પાલડીમાં એક મકાન હતું તે પણ વેચાઈ ગયું. પછી આ મૂડી ક્યાં જતી તે સમજાતું નહિ. ખેર, લક્ષ્મીજી પગ કરતા ગયા.
આખરે લાખોની કિંમતની સી. કે. વોહોરાની પેઢી તે પણ સસ્તામાં ગઈ. અરુણ સોસાયટીનો પ્લૉટ ઝૂંપડાવાસીએ પચાવ્યો. બીજી ખાલી જગા જે નેમચંદભાઈએ મહાવીર સોસાયટીમાં રાખેલી તે પણ વેચાઈ ગઈ. જવા દો... હજી યાદી લાંબી નથી કરવી.
હા, પણ અતુલનો પુણ્યયોગ સોનીના ભંગાર જેવો છે. સોનીના ભંગારમાં પણ સોનાની રજકણો નીકળે. તેમ આ હકીકત બનવા છતાં અમે સૌ સંતોષ, શાંતિ અને સુખ-સંપન્નતાથી રહીએ છીએ. સંસાર છે... કંઈ ને કંઈ સંઘર્ષ તો ૨હે. વળી તેનું પણ સમાધાન થાય.
અમદાવાદ કેટલીક મુશ્કેલીઓ હતી, મુંબઈમાં પણ હતી. અશુભનો યોગ સાથે જ રહે. છતાં મને ખ્યાલ હતો કે અમદાવાદમાં પૂ. બાપુજી (શ્રી ત્રિકમલાલ), ભરતભાઈ, કલ્યાણભાઈ જેવા સાત્ત્વિક મિત્રોનો સંગ મળશે. પૂ. પંડિતજી પણ હતા. એકંદરે મુંબઈ કરતાં તો અમારે માટે અમદાવાદ રહેવું યોગ્ય હતું. મુંબઈમાં ઘણો ખાલીપો-સૂનકાર લાગતો. તે રીતે મને પણ નિશ્ચિંતતા લાગતી. છતાં એક વાત તો નિવારી શકાય તેમ ન હતી. તે એ હતી કે દર વખતે આવતા ત્યારે ‘તેઓ’ની ઉપસ્થિતિ હતી. મન ભર્યું ભર્યું રહેતું, ઘર પણ સગાં-સ્વજનોના ઉલ્લાસથી ભર્યું ભર્યું રહેતું. આ સમયે અમદાવાદ આવવામાં ઘણું અંતર આ હતું.
મારી મંગલયાત્રા
વિભાગ-૬
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org