________________
વહારે આવવાનું છે. તમારો ઉત્સાહ અને સામાજિક પ્રતિષ્ઠા જાણું છું. જો મારી સ્થિતિ હોત તો મારી પોળથી તમારી સોસાયટી સુધી માંડવો કાઢી તમારું સ્વાગત કરું. પણ હું ઘરને જ સજાવી શકે તેવી સ્થિતિમાં નથી. છેવટે પોળ સુધીનો માંડવો તમારી સહાયથી ઊભો કરી મારી-તમારી બંનેની શોભા સાચવવી છે. જો અન્ય પાસે જઉં તો કહેશે પારકે પૈસે માંડવા કાઢવાની શી જરૂર છે ?”
ટૂંકમાં બાપુજીની એ વખતની વ્યથા માટે કંઈ લખવાનું પણ સૂઝતું નથી. એમ લાગે છે આ બધું લખવાનો શો અર્થ છે ? વળી હું તો આ વિષે અજ્ઞાત હતી.
ભાઈને એવી રકમ આપવાની સુવિધા હતી. એટલે તેમણે પ્રેમપૂર્વક એ કામ પતાવ્યું. વર્ષો સુધી તો આ વાત તેમના અને તેઓના ઉદાર ઉદરમાં દટાઈને જ રહી. ક્યાંક લક્ષ્મીબાને કહેવાઈ જતાં બહાર આવેલી. મને પણ ત્યારે જ ખબર પડી. જોકે પિતા-પુત્રની ઉદારતાથી એ બધું શમી ગયું. રકમ ચોપડે ચઢાવી જ ન હતી, તેવી ઉદારતા હતી.
ટૂંકમાં બંને પક્ષે ઉમંગથી અને સમયોચિત લગ્નપ્રસંગ ઊજવાઈ ગયો. પિતા-પુત્ર વિવેકી અને સમજદાર હતા. તેમની કોઈ માંગ ન હતી. વળી તેમને કંઈ ખોટ ન હતી. ઘરમાં પુત્રવધૂના આગમનની તેમને હોંશ હતી. તેથી વિશેષ અપેક્ષા ન હતી. શુભ વિદાય કે વસમી વિદાય ? બાપુજીની દશા :
બાપુજીએ મણનો ભાર રાખીને પ્રસંગ પૂરો કર્યો. મારી ઉંમર આમ તો નાની. બહેનના વાત્સલ્યમાં કંઈ વિશેષ દુઃખ જણાયું ન હતું. સાસરા પક્ષે તો સમાજમાં સૌ કહેતા કે નકરચંદની દીકરી સોનાની ટેકરી પર બેઠી. જોકે એ સમયે અન્ય અતિસંપન્ન કુટુંબો હતાં. આ તો સમયનાં ગાણાં છે. એટલે બાપુજીને બહેનની તુલનામાં મારે માટે ખૂબ નિરાંત હતી. પણ પેલા બોજથી કે ગમે તેમ વળાવતી વખતે બાપુજી ખૂબ રડ્યા, હું પણ રડી, વાતાવરણ ખૂબ જ ગંભીર બની ગયું. કોઈએ બાપુજીને સંભાળી લીધા. મારાથી દૂર લઈ ગયા. શેવરોલેટ ગાડીમાં દીકરી વિદાય થઈ. જયારે સાસરે પહોંચી ત્યાં તો સૌને આનંદ જ આનંદ હતો. યદ્યપિ તે વખતે મારી વિચારશક્તિ કેવળ જ્યાં આવે તેના વાતાવરણને અનુસરવાનું વિભાગ-૩
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org