Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 388
________________ છે . આ રજની ચુનીલાલ શાહ 20, Brentwood Lane Cranbury, NJ 08512 Tel. : 609 - 716 - 0009 વીર સંવત ૨૫૩૨ ને કારતક વદી પ ને સોમવાર તા. ૨૧મી નવેમ્બર, ૨૦૦૫ શ્રી સુવિધિનાથ પ્રભુ જન્મ-કલ્યાણક શુભ દિન. પરમ શાસન પ્રવચન પ્રભાવક પૂજય બેનશ્રી, અંતકરણપૂર્વક અને અહોભાવપૂર્વકે મારા પ્રણામ. બહિરંગજીવનના પાત્રો, સંબંધો, સંવાદો અને ઘટનાઓનું યથાર્થ મૂલ્યાંકન કરી, અમારા અંતરંગજીવનનો અને આત્માના વિકાસનો વિચાર આપશ્રીએ અમેરિકામાં અમારી સૌની સમક્ષ અનેક વર્ષો સુધી ખૂબ અભૂત રીતે રજૂ કર્યો છે. ભવનિર્વેદ ઉત્પાદક સામગ્રી અને આપશ્રી જેવા પ્રવચન પ્રભાકર વ્યાખ્યાતા-આ બન્નેનો સુભગ સમન્વય અમારા સૌના પુણ્યોદયનું પ્રતિક છે, પ્રતિતિ છે. આપશ્રીના રોમાંચક, હૃદયસ્પર્શી અને મનનીય પ્રવચનોના ભાવભર્યા શ્રવણ વડે અમ સૌના કલ્યાણના દ્વાર ઉઘડ્યા છે, તે ચોક્કસ વાત છે. આપશ્રીએ કરેલી, અને ખાસ કરીને અમેરીકામાં કરેલી શ્રુતભક્તિ-પ્રવચન ભક્તિની ભૂરિભૂરિ મારી અનુમોદના. જૈનદર્શનના બધા જ ગ્રંથો-શાસ્ત્રો ચાર પાયા ઉપર જ રચાયેલા છે. (૧) વૈરાગ્ય (૨) સમક્તિ (૩) દીક્ષા અને (૪) મોક્ષ. જીવાજીવાદિ નવતત્વોને ય ટપી જાય તેવા તત્વો બે છે. (૧) વૈરાગ્યતત્ત્વ અને (૨) સમાધિતત્ત્વ ગમે તેવા સુખમાં ય અલીનતા એ વૈરાગ્યતત્ત્વ અને ગમે તેવા દુઃખમાં ય અદીનતા એ સમાધિતત્ત્વ છે. જ્ઞાની ભગવંતોએ આ બે તત્ત્વો પર ઘણો ભાર મૂક્યો છે. તમામ આરાધના કરીને, તેની ફલશ્રુતિસ્વરૂપ, આપણે આ બે તત્ત્વોને જ આત્મસાત કરવાના છે. વૈરાગ્ય અને સમાધિ પેદા ન કરે એવું નવતત્ત્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી; માત્ર મગજનો બોજો છે. - મારી મંગલયાત્રા Jain Education International ૩૬૩ For Private & Personal Use Only વિભાગ-૧૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412