________________
હતો. તેમ અતમાં પણ તેવા જ સુભગ યોગ મળી ગયા. આ. ભ. વિ. કલાપૂર્ણસૂરિજીએ પૂર્ણતાની પ્રાપ્તિની ઝલક અતિ વિશદતાથી દર્શાવી. અધ્યાત્મયોગીમાં નિતરતું યોગીત મને સ્પર્શી ગયું. મારું મન ત્યાં વિશ્રામ પામ્યું. આગળનો સન્માર્ગ ખૂલ્લો થવાની શ્રદ્ધા દઢ થઈ. હવે જ કંઈ શેષ કરવાનું રહે છે તે આત્મિક પુરૂષાર્થ. આચાર્યશ્રીમાં ભક્તિથી પ્રાંગરેલી નિર્મળતા, જીવદયાથી અંક્તિ થયેલી કરૂણા, વાત્સલ્યથી પ્રગટ થયેલો તેમનો સમભાવ. નિર્મળદષ્ટિમાં સૌમાં સિદ્ધાત્માના દર્શન. આ સર્વે મને સ્પર્શી ગયું અને જીવન ધન્ય બની ગયું. મને પ્રતીતિ આવતી ગઈ કે તેઓશ્રીએ આપેલો અધ્યાત્મ બોધ અવશ્ય સફળતા આપશે, જીવન સાર્થક થશે, થઈ રહ્યું છે. હવે તો આત્મસન્મુખ થઈ આગળના માર્ગે પ્રયાણ કરવાનું છે. આપણે સન્માર્ગ પામીએ તેવી અભ્યર્થના સાથે વિરમું છું.
“સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વિર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે મુક્તિ ધામે.”
- શ્રી દેવચંદ્રજી ઈતિ શીવમ્
(ારી,
અરજ
કરી
વિભાગ-૧૪
૩૭૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org