________________
પછી તેણે જોયું કે યુદ્ધિષ્ઠિર સફેદ અસ્થિના ઢગલા પર બેસી સુવર્ણપાત્રમાં દૂધ પી રહ્યા છે. આ સ્વપ્નનો સંદર્ભ સમજાય તેવી વિચક્ષણતા કર્ણ ધરાવતો હતો. પાંડવોની જીત પણ દુઃખદાયક હશે.
યુદ્ધ વિરામ થતાં પહેલા જે સંહાર થયો હશે તેમાંથી નગરમાં યુદ્ધવિજેતાઓનું સ્વાગત કરવા સૌભાગ્યવતી સ્ત્રીઓ નહિવત્ રહી હતી. કોઈ પતિ વિયોગી કે પુત્રવિયોગી હતી. એવા રાજ્યની જીત પણ જાણે હારની ઉપમા પામે તેમાં નવાઈ શું ? પાંડવોને જીત પછી પણ સંતાપ હતો.
આમ માનવજીવન પામી બહારથી ઘણું પ્રાપ્ત કરવું તેમાં તૃપ્તિ છે જ નહિ કારણ કે અંતરના સુખની તૃપ્તિ અંતરમાં છે. આ વાત ભલે વિલંબથી સમજાય પણ તે જ હિતકારી છે.
મારું બાળપણ કંઈક નિદોર્ષતામાં ખાસ વિશેષતા વગર ગયું. શિશુવય રમવા, ભણવામાં ગયું. ૧૨/૧૩ વર્ષ યુવાનીના સુખભોગ, છલકાતી સમૃદ્ધિ માણવામાં ગયા. ગીચ જંગલમાં સૂર્ય કિરણો ચળાઈને આવે અને પ્રકાશ આપે તેમ સુખભોગના વિલાસી જીવનમાં ધર્મમાર્ગના અનુષ્ઠાનો કિરણની જેમ પ્રકાશ આપતા હતા. અન્યના દુઃખને દૂર કરવાના પરોપકારી ભાવો થતા હતા. તે કાળલબ્ધિએ પ્રગટ થયા. તેમાં વળી મુંબઈ સ્થળાંતર થયું.
મુંબઈમાં સાંસારિક સુખદ જીવનનું સ્વપ્ન સેવાતું હતું ત્યાં કર્મની વિષમતાથી વૈધવ્યરૂપ દારૂણતાએ એ સ્વપ્ન ઠગારું નિવડયું. જીવન આર્તધ્યાનના વાવાઝોડાથી ઘેરાઈ ગયું. અને સંપત્તિનું સુખ આપત્તિરૂપે પરિણમ્યું. આથી આ દિવસોમાં શોક સંતાપને દૂર કરવા જે જે ઉપાયો કર્યા તે વ્યર્થ થતા. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી ભૌતિક સુખના સાધનો વિજય કર્યા. લૂખુસૂકુ ખાવું, કર્મગ્રંથનો અભ્યાસ બધું જ ત્યારે મોહનીયના ઘેરાવામાં વ્યર્થ જતું. બાળકોની દશા પણ દીનહીન બની. આ જખમ ઉંડો હતો રૂઝાતા વાર લાગી સંયોગવશાત્ મુંબઈથી અમદાવાદ પુનઃ સ્થળાંતર કર્યું. તેઓની અનઉપસ્થિતિમાં અમે ત્રણે ખૂબ મૂંઝાતા. કેટલાક સંઘર્ષો થતા ત્યારે દુઃખનો બોજ વધી જતો, તેને આંસુઓ પણ હળવો કરી શકતા નહિ સમયને આધીન સમી જતું. વિભાગ-૧૪
મારી મંગલયાત્રા
૩૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org