Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 402
________________ યદ્યપિ અમદાવાદમાં સત્સંગી મિત્રો, પૂ. પંડિતજનો સાધુસંતોના સમાગમથી કંઈ શાંતિ મળતી. વળી સામાજિક સેવાથી, દલિત વર્ગોની બહેનોના વિકાસથી, અપંગોની સેવાથી મન સ્વસ્થતા અને સંતોષ અનુભવતું જો કે તે ઉપરની સપાટિનું હતું પણ તે સમય માટે તે મને લાભદાયક અને આનંદપૂર્ણ હતું. આથી પેલો જખમ મંદ ગતિએ રૂઝાતો ગયો. જીવનમાં કંઈક હળવાશ થતી થઈ. વળી સમય સમયનું કાર્ય આગળ ચાલતું હતું. “તારી મંઝિલ દૂર છે કેટલી તેનું મને ન ભાન છે, સંસાર સાગર પાર કરવાનો એ એક જ અરમાન છે.” સામાજિક કાર્યો વ્યવસ્થિત થતા ગયા. બાળકોના લગ્ન આદિ કૌટુમ્બિક કાર્યો સરળતાથી ઉકલ્યા હતા. ત્યારે લગભગ છ દસકાની વય થઈ ગઈ હતી, ત્યારે અંતરમાં પડેલો પેલો સંસ્કાર ચમકારા મારતો તારા આત્મકલ્યાણનું, આત્મદર્શન, સમ્યગુદર્શનનું શું? તેમાં ચમત્કૃતિની જેમ નિગ્રહ કે અનુગ્રહથી આગળનો આરાધનાનો માર્ગ મળતો ગયો. તેવા યોગ સંયોગ મળ્યા. સામાજિક ક્ષેત્રોથી સહજપણે મુક્ત થઈ. તેમ અન્ય આરાધનાના ક્ષેત્રોથી પણ મુક્ત થઈ. નિવૃત્ત જીવન માટે આશ્રમ જીવન તરફ પ્રયાણ કર્યું. ત્યાં વચમાં પરદેશની સત્સંગયાત્રાની પ્રવૃત્તિ યોગનો ઉદય થયો, તે સાનંદ સંપન્ન થતો હતો. વળી આશ્રમ જીવનમાં પણ સાધુજનોના બોધ, દર્શનની ઉણપ લાગી અને ત્યાંથી મુક્ત થઈ આમ આગળનો વિકાસ થતો રહ્યો. પાછળના જે કંઈ લાભ થયા તેમાં એ બધુ પૂરક થતું ગયું. મારું મુખ્ય ધ્યેય જ્ઞાનધ્યાનના માર્ગે જવાનું હતું અને રહ્યું છે. છતાં એ માર્ગે જવામાં પ્રારંભમાં સાંસારિક પરિબળો ભળ્યા. સમજથી કે અણસમજથી તે ઉકલતા ગયા. પરંતુ જયારે જીવનમાં તત્ત્વબોધ પરિણામ પામ્યો ત્યારે અંતરમાં ઉજાસ થયો કે કેવો ખોટો શ્રમ ઉઠાવ્યો હતો ? બહારમાં કંઈ કરવાનું ન હતું. હા પણ ત્યારે આત્મશક્તિ શું? તેનું કાર્ય શું! તેવો બોધ કયાં હતો? આજે પણ તેનું ઉંડાણ કેટલું? છતાં ધીરજપૂર્વક ગીતાર્થજનોએ દર્શાવેલા માર્ગ પર શ્રદ્ધાથી ટકી જવું તેટલું સમજાયું છે. તે પ્રમાણે યથાશક્તિ ઉધમ ચાલે છે. અંતમાંથી જયાંથી યાત્રાનો મર્મ પૂ. આચાર્યશ્રી પાસેથી પકડ્યો મારી મંગલયાત્રા ૩૭૭ વિભાગ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412