Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 400
________________ 1 - સમીક્ષા – ૪ આટલું લખ્યા પછી હવે શું બાકી રહે ! છતાં કંઈક કહેવું છે. વિશ્વની રચના નિયમથી નિર્ભર છે. જીવો પોતાનાજ શુભાશુભ ભાવ વડે પુણ્ય-પાપ ઉપાર્જન કરી સુખ દુઃખ ભોગવે છે. જો આ શુભાશુભ ભાવથી જીવ તત્ત્વદષ્ટિ વડે ઉપર ઉઠે છે તો સુખ દુઃખ હર્ષ શોકના કંથી મુક્ત થાય છે. મહદ્અંશે સરિતા તટે પડેલો પત્થર કાળક્રમે ઘસારાથી ગોળાકાર પામે છે. તેમ માનવજીવન સમવિષમના અનેક વહેલથી ઘડાય છે. તેમાં પણ જે જીવો સાત્વિકતા કે તાત્વિકતા સન્મુખ છે, તેઓ માનવજીવનને સાર્થક કરી લે છે. યદ્યપિ આ પુસ્તક કોઈ સત્કથા કે ધર્મકથા નથી. પરંતુ વિવિધ કક્ષાના જીવોને જાણવા જેવું કંઈક એમાં મળી રહેશે. મને લાગે છે કે પ્રસ્તુત પુસ્તકમાં સાંસારિક સમવિષમ પ્રસંગો, પંડિતજનો તથા સાધુજનોનો બોધ ઉપકારી થશે. જેમાં જીવનની વાસ્તવિકતાઓ આલેખી છે. મંગળયાત્રાના ખેડાણમાં ચઢ ઉપર થઈ પરંતુ તે પુણ્યયોગે મંગળયાત્રામાં પૂરક થતી ગઈ. સાગરમાં રહેતા જળજીવો અન્યોન્ય અથડાય, છતાં પોતાનો માર્ગ કાઢી લે. સાગરને છોડીને કયાં જાય? પરંતુ સંસાર સાગર તરી જવાનો માનવ માટે ઉપાય છે, એથી માનવજીવનની ઉત્તમતા છે. જ્ઞાનીઓએ સંસારને પર્વતની ઉપમા આપી નથી કેમકે ત્યાં તો કંઈકે વિશ્રામ મળે. પણ સાગરમાં પડયા કે વિશ્રામ કેવો ? સંસાર સાગર તરવાનો જીવને જ્ઞાન અને પદ્ધતિનો બોધ હોવો જોઈએ. સંસાર સાગર પાર કરવા બહાર વિશેષ કંઈ કરવાનું નથી. જે કંઈ કરવાનું છે જીવને અંતરંગને ઉજાળવાનું છે, ત્યાંનો અંધકાર દૂર કરવાનો છે. તેનું સાધન સ્વાત્મજ્ઞાન છે. તેને પૂરક બહારના સાધનોની પ્રાપ્તિ હોય છે. તે સદ્દગુરુગમે સમજાય છે. મહાભારતનો એક પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બન્યું, ત્યાર પછી કર્ણને એક સ્વપ્ન આવે છે. તે જૂએ છે કે પાંડવો ધર્મવીર છે ભગવાનનો સથવારો છે એટલે જીત તો પાંડવપક્ષે થશે. પરંતુ એ જીત ૩૭૫ વિભાગ-૧૪ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412