Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 399
________________ ) વૈ.વ.૮ સદ્ગુણાનુરાગી ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવિકા સનંદાબેન, દક્ષાબેન તથા ઘરના સર્વે, મુંબઈ વાલકેશ્વરથી લિ. નંદીયશાશ્રી ઠા. સર્વેના ધર્મલાભ. તમારા અકસ્માતના સમાચાર જાણી ખૂબ દુ:ખ થયું. પણ કર્મસત્તા પાસે આપણે લાચાર છીએ. જે આવ્યું છે તે ભોગવવાનું જ છે. અત્યાર સુધી જે થીયરી આપણે શીખ્યા હતા તેનું પ્રાયોગિક સ્વરૂપ આવી ચૂક્યું છે. તમે તો ખૂબ સમજુ છો. બીજાને સમતા અપાવવામાં ઘણા જ નિમીત્ત બની રહ્યા છો તે અત્યારે આપણને કામ લાગશે. દક્ષાબેનની તબિયત સારી હશે. ઉપચાર ચાલુ હશે. સુનંદાબેન ! ખાસ યાદ રાખવું કે કર્મમાં કારણતા છે. કારકતા નથી. કારક તો આત્મા પોતે જ છે. એટલે કે આ અકસ્માત એ અશાતા વેદનીય કર્મનું બાહ્ય નિમિત્ત કારણ છે. અને કર્મો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભવને લઈને ઉદયમાં આવે છે તો આજે આ અકસ્માતના બાહ્ય નિમિત્તને પામી અશાતાવેદનીય કર્મો ઉદયાવલિકામાં આવ્યા, ઉદયાવલિકા એ સકલ કરણ અયોગ્ય છે. તેને ભોગવવું જ પડે છે એ વાત સાચી પણ જો વિવેકથી વિચારવામાં આવે તો સમજવું કે જેટલું સુખ ભોગવીએ તેટલી મૂડી ઓછી થાય છે અને જેટલું દુઃખ ભોગવીએ છીએ તો તેટલું દેવું ચૂકવાય છે. વળી આ દુઃખ શરીરને થાય છે. હું તેનો જ્ઞાતા છું પણ ભોગવનાર નથી એવું સતત વિચારવું. જો કે ભેદજ્ઞાનની વાતો કરવી સહેલી છે અવસરે હું પણ ટકી ન શકું એવી સાધના છે. આત્માનો સ્વભાવ વેદનાને જાણવાનો જ્ઞાનધર્મ છે તેમાં અરતિ કરવી એ વિભાવ છે. વળી વેદનાના અનુભવ વખતે સાત્ત્વિક ચિંતન કરવું કે મેં અશાતાવેદનીય કર્મ બાંધ્યું ત્યારે કેટલાને દુ:ખ આપ્યું છે હવે પ્રભુ ! હું તે જીવોની માફી માંગું છું. તમે પણ અને માફી આપો. તમે નિર્જરી જાવ. લી. નંદીયશાશ્રીના ધર્મલાભ છે . વિભાગ-૧૪ Jain Education International ૩૭૪ For Private & Personal Use Only મારી મંગલયાત્રા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412