Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 394
________________ ૐ વીતરાગાય નમઃ ધર્મપ્રેમી, વાત્સલ્યવંત, સુશીલવંત શ્રી સુનંદાબહેન બુધવારના સ્વાધ્યાયમાં કંઈ ભિજાયેલ હ્દય અને ભીની આંખે પ્રભુના બોધને યાદ કરતી વિદાય લીધી. આપે અત્યંત સરળ હ્રદયથી વાત સાંભળી તેથી ગુણોનો વિકાસ કેવો થયો છે તેની પૂર્તિ મળી. ગુણોની ઉંચાઈના શબ્દનો પ્રયોગ સાંભળી એ સ્તરે પહોંચવાની ખૂબ અભિલાષા છે. એ માટેનું બળ મળતું રહે છે. આટલા પ્રેમ અને વાત્સલ્યમયી વાણીથી સંબોધન કરનાર બહુ વિરલ જીવો હોય છે. ‘‘આપના મુખેથી ‘કલ્યાણ મિત્ર’ શબ્દનો શ્રવણનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. એ ભાવાના છેવટ સુધીનો માર્ગ બતાવશે. કલ્યાણ મૈત્રી એ જ છે ને ? કરવાનું કાર્ય એટલું છે કે હું આત્મા છું. શરીર નથી, બંનેથી જૂદો છું.’ આનો વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા આ કાળે જમાવવા જેવી છે. “શ્રદ્ધા પરમ દુલ્લહા' ચારિત્ર્યનો લથડ્યો કોઈવાર ઠેકાણે આવે પણ શ્રદ્ધાનો લથડયો અનંતભવ કરે. આપ્તપુરૂષના એક પણ વચનની પ્રતીતિરૂપ પૂર્ણ શ્રદ્ધા જોઈએ. ગમતું માનવું, અનુકૂળ હોય તે માનવું, સગવડ હોય તેવું માનવું, એ વીતરાગનો માર્ગ નથી. માથું ઘડ પરથી છૂટું થાય તો પણ.....આવી અગ્નિપરીક્ષાઓ થઈ તો પણ સીતાજી સુદર્શનશેઠ સોનું જ રહ્યા, પિત્તળ ન બન્યા. આત્માનું ખમીર કયારેય લજવાય નહિ. કયારેય નિમિત્તોથી ડર્યાં નહિ. ડર લાગ્યો છે પોતાના કષાયનો, અજ્ઞાનનો. એ માટે વૈરાગ્ય અને ઉપશમનું વિશિષ્ટ બળ જોઈએ. આ જગતનું એક પણ પરમાણુ આકર્ષી ન શકે. મમત્વમાંથી સમત્વમાં આવવાનું છે. આ પાઠ દૃઢ કરવાનો છે. તમે વારંવાર કહો છો ગુણવિકાસથી શુદ્ધિ છે. એવા ગુણોની ઉંચાઈને આંબવી તો જીવન ધન્ય છે. અધ્યાત્મ અને સિદ્ધાંતનો સુમેળ કરવાનો છે. આપના એ સ્વરો ગુંજે છે. ઉપકાર કયારે વસુલ થશે તે ખબર નથી. શાતામાં હશો. તા. ૧-૭-૦૬ વાત્સલ્યનો સતત પ્રવાહ વહેવડાવી, જિનવાણીનો મહિમા લાવી, વીતરાગનો બોધ આપ્યો. રવિવાર તો યાદ રહી ગયો છે. અશુભની સજા ભારે છે તો શુભની સજા લાંબી છે. બંનેથી છુટવાનું છે. આ સમજ પાકી કરવાની છે. લી. જ્યોતિ મારી મંગલયાત્રા Jain Education International ૩ For Private & Personal Use Only વિભાગ-૧૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412