Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 389
________________ અરિહંત પરમાત્મા એ જ મારા દેવ, સુસાધુઓ જ મારા ગુરૂ અને જિનપ્રણીત હોય એ જ સાચું તત્ત્વ - આ ત્રણે ઔષધનું સેવન અમને સૌને, આપશ્રીએ થાકયા વગર નિરંતર કરાવ્યું છે. જગતને જોવા, જાણવા અને પૌગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જુઓ, જાણો, માણો અને સ્વ-સ્વરૂપમાં રહેવાના પ્રખર પુરૂષાર્થી બનો એવી આપશ્રીની શિખામણ અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. આપશ્રીના ઉપકારનો બદલો અમારાથી વાળી. શકાય તેમ નથી. અનાર્ય ભૂમિ અમેરીકાની અને પૂજય ઉપકારી ગુરૂભગવંતોની અનુપસ્થિતિવાળી ભૂમિ અમેરીકામાં, આપશ્રીની યોગકૈલાશ પરથી વહેતી જ્ઞાનગંગાએ મારા જેવા અનેકના જીવનપ્રદેશને પાવન બનાવ્યો છે. આપશ્રીએ અંતરથી અસીમ કૃપામૃત વરસાવી, પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં, સંસારસાગર પાર ઉતરવા અમને સંયમનૌકા આપી, અમારી જીવનનૈયાના આપશ્રી સફળ સુકાની બન્યા છો. આપશ્રીએ ઉત્તમ શિલ્પી બની મારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં પ્રાણ પૂર્યા છે. આવા ભવસિન્વતારક, સદૈવ ઉપકારક, નિષ્કામ, કરૂણાધારક અને પ્રશાંતમૂર્તિ, અમારા પરમ તારક પૂજ્ય બેનશ્રીના પદપંકજમાં ભાવવિભોર હૈયે મારૂં સાદર સમર્પણ. ભક્તિયોગના અધિષ્ઠાતા સ્વ. પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજીના ગુરૂમંદિરમાં આર્થિક સહયોગરૂપી અપૂર્વ લાભની અમને તક આપવા બદલ, હું આપનો ખૂબ ઋણી છું. આપનું સ્વાથ્ય સુધરતું જાય તેવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપશ્રીના દર્શનની અને આશીર્વાદની નિરંતર હું અભિલાષા સેવું છું. માંગ્યા વગર મળેલો આ પત્ર છે ને ! ભાઈ, તમે ગુણાનુરાગમાં લિ. કરકસર કરતા રહેજો જવાબમાં સ્ટેજ.' રજનીના જય જિનેન્દ્ર. વિભાગ-૧૪ ૩૬૪ For Private & Personal Use Only મારી મંગલયાત્રા www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412