________________
સવાર ઊગી કે આથમી? :
મહામાસના એ ઠંડીના દિવસો હતા. પૂ. શ્રીને શરદી થઈ હતી. તેમાં ધૂળિયા માર્ગની ધૂળ ભળી. તેની કોઈ ગંભીરપણે નોંધ લેવાય તે પહેલાં સવારે કફ જામી ગયો. કાઢવાની શક્તિ નહિ. મહા સુદ ૪ને શુક્રવારે પ્રાતઃ પ્રતિક્રમણાદિ પૂર્ણ થયાં. અને કાળે કરામત કરી. પૂ. શ્રીનો પાર્થિવ દેહ છૂટી ગયો. તેમનો પવિત્ર આત્મા આગળના સાધના ક્ષેત્રે પ્રયાણ કરી ગયો. એક કલાકમાં ભારતના ખૂણે ખૂણે આ દુ:ખદ સમાચાર પહોંચી ગયા.
અચાનક જ આ પરિસ્થિતિ ઊભી થતાં સૌ મૂંઝાયાં. રાજસ્થાનના ઝાલોર પાસે કેસવણા સાવ નાનું ગામ. જયાં સો માણસને પણ રાખવાની સગવડ નહિ અને પૂ. શ્રીના ભક્તોનો માહોલ કેટલો મોટો હોય તેનો શિષ્યોને અને મુખ્ય સંચાલકોને ખ્યાલ હતો. દૂર હતા તેવા અગ્રગણ્યા ભક્તો તે જ દિવસે પહોંચી ગયા. અમુક નજીકનો સાધુ સમુદાય પણ પહોંચી ગયો. સૌ મૂંઝાતા હતા કે અંતિમ સંસ્કાર ક્યાં કરવા ?
પ્રથમ તો ગામની જનતા કહે : “અમારા ગામે આવો યોગ થયો છે માટે સમાધિ અહીં થવી જોઈએ. અમે પાલખી લઈ જવા નહિ દઈએ.” ગામજનોને પૂ. શ્રીના ભક્તોની ભાવિ યોજનાની વિગત કહીને સમજાવ્યા. પૂ. શ્રીની ઉપસ્થિતિની મહાનતા તો હતી. અનઉપસ્થિતિની મહાનતા તેમના ચીંધેલા માર્ગે ચાલવાની છે. પણ આપણે એ આંબવાનું ગજુ નહિ એટલે સ્મારક કરીને સંતોષ માનવો રહ્યો.
હવે પ્રશ્ન હતો સમાધિનું સ્થળ ક્યાં નક્કી કરવું. કોઈ ભક્ત તો પોતે જ ગુરુ-સમાધિમંદિર કરશે તેવી ભાવના કરી. કોઈને લાગ્યું કે શત્રુંજયમાં સમાધિ-મંદિર થાય તો ભાવિમાં તે નિમિત્તે બીજાં પણ કાર્યો થાય. કોઈને લાગ્યું કે પૂ. શ્રી શંખેશ્વર જવા નીકળ્યા હતા. વળી તેઓને શંખેશ્વરદાદા પ્રત્યે પ્રગાઢ પ્રીતિ હતી માટે શંખેશ્વર અંતિમ સંસ્કારવિધિ માટે પાલખી ત્યાં લઈ જવી. આમ અધ્યાત્મયોગી તો પાર્થિવ દેહ ત્યજી ગયા પણ પછીની વિધિની વ્યવસ્થા માટે પૂરા છત્રીસ કલાકે નિર્ણય લેવાયો. ભાવુકોની ભક્તિનું અનોખું દર્શન :
ભારતભરના ખૂણે ખૂણેથી ભક્તો નીકળ્યા. ક્યાં જવું, શું કરવું ! કલાકો સુધી કંઈ જ સમાચાર ન મળે. આથી મોટાં સ્ટેશનો પર માઈક પર જાહેરાત કરવામાં આવી કે પાલખી શંખેશ્વર તીર્થે રવાના થઈ છે. વિભાગ-૧૨
મારી મંગલયાત્રા
૩૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org