________________
જેવો છે, તેણે તો તત્ત્વનો સંગ્રહ કરવા માંડ્યો. આ દિવસોમાં તત્ત્વબોધની ચર્ચાવિચારણા ઘણી વિશદતાથી તે કરતો. તે કહેતો : જીવને જે કંઈ કરવું છે તે આત્માર્થે કરવું છે, અને તે ક્યાં લેવા જવાનો છે. તદ્દન નજીક જ તે છે. તમારે ઉપયોગને ત્યાં વાળવાનો છે. આમ બીમારીમાં દેહાધ્યાસ મંદ થવાનો બળપ્રેરક સત્સંગ થતો રહ્યો.
પૂ. આત્માનંદજીથી અશાતામાં સમતા માટે પ્રેરકબળનો બોધ મળ્યો. આ ઉપરાંત શ્રી નગીનભાઈ, શ્રી રાકેશભાઈ ઝવેરી પણ શાતા પૂછવા આવી ગયા, તેમના સત્સંગનો લાભ મળ્યો. સૌ આત્મપરિણતિનું માહાભ્ય સમજાવતા. વળી આ દિવસોમાં પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી બે-ત્રણ વાર દર્શન સાથે બોધ આપી ગયા. પૂ. આચાર્યશ્રી નરવાહનસૂરિજી માંગલિક સંભળાવી ગયા. તેઓ કહેતા : અનુષ્ઠાન નિષ્ઠાપૂર્વક થાય તેમાં આનંદ આવે. તે અનુભૂતિ સુધી લઈ જશે ત્યારે દેહભાવ ઘટી જશે. વિશેષ બોધની વિગત અલગ આપી છે.
પૂ. બહેન મહારાજ (પૂ.આ.શ્રીરાજયશજીનાં આજ્ઞાવર્તી) માંગલિક સંભળાવી ગયાં. તેઓએ પ્રકાણ્યું કે કર્મસત્તા એવી બળવાન છે કે તે વિપાક સમયે જીવને બરાબર શોધી લે છે. ગાડીમાં તમે પાંચ હતાં. તમને જ તમારા કર્મ વિપાકે શોધી લીધાં. અમારા એક સાધ્વી મહારાજને અને બસને એક ઇંચનું અંતર રહ્યું. તેઓ બચી ગયા. દૂરથી જોનારને લાગ્યું કે શું થશે ? આમ જગતમાં આ તંત્ર નિયમિત ચાલે છે. આવા સમયે સંયોગનો સહજ સ્વીકાર અને અંતરમાં સમતા એ આપણો ધર્મ.
આ સર્વ હકીકત બીમારીની બાહ્યદશા વિષેની છે. કેટલીક અંતરંગ દશા પણ જણાવી દઉં? એક સત્સંગી મિત્રે આ અંગે કેટલાક પ્રશ્ન અને સૂચન લખ્યાં છે તેથી વળી આ વિગત લખવા પ્રેરાઈ છું.
બીમારી એટલે શારીરિક અશાતા, તેમાં દેહાધ્યાસ થાય. વળી આરાધનાના બળે બીમારી પણ કંઈ બોધરૂપ બની. સમતા રહી તેટલાં કર્મ ખપ્યાં. કોઈ વાર એક વિકલ્પ ઊઠતો કે આ પરવશતા જ રહેશે કે ખાટલો છૂટશે ? કે ડૉક્ટરો તો ખાતરી જ આપતા, તમે તો હજી ઘણું કાર્ય કરવાનાં છો.
લગભગ પંદર દિવસ પછી મને થયું પથારીમાં પડી રહેવાનું છે તો કોઈ વિષયનું ચિંતન, અનુપ્રેક્ષા કરું. પ્રારંભમાં મેં સુલતાના પુત્ર વિયોગના સમયનું ચિત્ર મનમાં આલેખ્યું. પછી સીતાજી અશોકવાટિકામાં રામના
-----
વિભાગ-૧૩
ઉપર
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org