________________
ગુણાનુરાગી સ્વજનોનો આદરભર્યો પ્રેરક સભાવ રતિલાલ દીપચંદ દેસાઈ, અમૂલ સોસાયટી, અમદાવાદ.
શુભ પરિચય
૧૯૮૪ બહેનશ્રી સુનંદાબહેન વોહોરા
અમદાવાદમાં ગર્ભશ્રીમંત જૈનકુટુંબમાં એમનો જન્મ થયો હતો. જિનભક્તિ અને સાધુસંતોની સેવાઓ દ્વારા ધર્મના સંસ્કારો યુવાવયથી જ પ્રાપ્ત થયા હતાં. વળી મહાત્મા ગાંધીજીના જીવનદર્શનનો પરોક્ષપણે પ્રભાવ પડયો હોવાથી, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. સૌ પ્રથમ ગ્રામવિસ્તારમાં બાળકો તથા સ્ત્રી-કેળવણીનું કાર્ય હાથ ધર્યું. તેમાં ખાસ કરીને ત્યકતા, વિધવા બહેનોના સ્વાવલંબનનું કાર્યક્ષેત્ર પણ વિકસાવવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓને કાયમી સ્વરૂપ આપવા ૧૯૫૮માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ'ની સ્થાપના કરી.
૧૯૬૦માં “અપંગ માનવ મંડળની સ્થાપના થઈ. તેમાં ગરીબ, પછાત અને અપંગ બાળકોના સર્વાંગી જીવન વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. આ ઉપરાંત જીવનવિકાસલક્ષી સત્સંગ મંડળો અને શિબિરોનું કાર્ય પણ હાથ ધર્યું હતું. ત્યારપછી લગભગ ૧૯૮૦થી તેમનો અભિગમ મહદ્દઅંશે અધ્યાત્મ જીવનલક્ષી બન્યો. આમ માનવ કલ્યણ, જ્ઞાન અને અધ્યાત્મયોગનો સંગમ તે તેમનું વિરલ વ્યક્તિત્વ છે.
પરંપરાએ જૈનમુનિઓનો પરિચય થતો રહ્યો. ભારત પદ્મવિભૂષણ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીની નિષ્કામ કર્મયોગની સતત પ્રેરણા મળતી રહી. એમનો પરિચય તેમને પચ્ચીસ વર્ષ રહ્યો. અને તેમની પાસે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો
હતો. સ્વ. શ્રી પંડિત પાનાચંદજી પાસે કર્મગ્રંથનો અભ્યાસ કર્યો A અને સંત કેદારનાથજી પાસે જીવન-વ્યવહાર શુદ્ધિના પાઠોની
0િ:40
મારી મંગલયાત્રા Jain Education International
૩પ૯
For Private & Personal Use Only
વિભાગ-૧૪
www.jainelibrary.org