________________
- ઉત્તમ કેળવણી લીધી. શ્રી વિમલાતાઈ ઠકારના સાનિધ્યમાં લગભગ ૧૨ વર્ષ સુધી હિમાલય અને આબુ જેવા પવિત્ર સ્થાનોમાં એકાંત, મૌન અને ધ્યાનની અંતર્મુખી સાધના કરી.
૧૯૭૯માં વડવા અને ઈડરમાં શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યાર પછી કોબા ગામે પૂજ્ય શ્રી સોનેજીની પ્રેરણાથી સ્થપાયેલો “શ્રી રાજચંદ્ર અધ્યાત્મ સાધના કેન્દ્રમાં લગભગ પાંચ વર્ષ રહ્યા હતાં. ત્યાં પૂજય ડૉ. સોનેજીના સહયોગથી સ્વ-પર શ્રેયની સાધના પ્રવૃત્તિનો ઉત્તમ લાભ પ્રાપ્ત થયો હતો. તથા પ્રથમ જ પરદેશની સત્સંગ યાત્રા યોજાઈ હતી.
આ પ્રકારે આચાર્યશ્રી, સાધુ, સંતો અને પવિત્ર આત્માઓના સાન્નિધ્ય અને સેવાથી તેમના જીવનમાં અધ્યાત્મભાવના અને તત્ત્વચિંતન વૃદ્ધિ પામતા રહ્યા. તેની સાથે સ્વ-પરના શ્રેયરૂપ અધ્યાત્મ વિષયના પ્રવચનો સંતસેવાની કૃપારૂપે સહજપણે થતા રહ્યા. વળી તાત્વિક તથા વિવિધ વિષયોનાં સાહિત્યનું, પુસ્તકોનું સર્જન પણ થતું રહ્યું.
હાલ આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિજીના માર્ગદર્શનથી સાધના કરે છે. તેમની પાસે શાસ્ત્રોની વાંચના દ્વારા તત્ત્વજિજ્ઞાસાની પૂર્તિ કરે છે. સાધુજીવનની ભાવનાને અનુસરીને ઘરમાં રહીને પણ લગભગ નિવૃત જીવન ગાળે છે. સાદાઈ સંયમી જીવન તેમનો આદર્શ છે. આથી તેમના જીવનની જીવંત અસર તેમના પરિચયમાં આવતાં સૌને પ્રેરક બને છે. સ્વ-પર શ્રેયનું તેમનું કાર્ય સૌને પ્રેરક છે. પ્રભુ તેમને દીર્ધાયુ આપે અને શાસનસેવા કરતા રહે તેવી શુભભાવના સાથે.
લી. રતિલાલ દીપચંદ દેસાઈ
અમદાવાદ-૧૯૮૪
વિભાગ-૧૪
૩૬૦ For Private & Personal Use Only
મારી મંગલયાત્રા
www.jainelibrary.org
Jain Education International