________________
ભારે લોભ ઊભો કરાવો છો !
એમ કરો એક વાર આવીને સૌને મળી જાવ, લાભ આપી જાવ. શું કહ્યું? પછી શું બન્યું? પરદેશની સત્સગયાત્રાની પૂર્ણાહુતિ :
- જ્યારે ઓરલાન્ડો ફલોરીડાના સંઘ દ્વારા શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે આમંત્રણ આવ્યું, તેમાં પણ શ્રત આરાધક શ્રી ચંદ્રકાંતભાઈ દોશીએ શાસ્ત્રાભ્યાસ માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. ફોનમાં વાત કરીને કહે ફલાઇટમાં ફર્સ્ટ ક્લાસની મુસાફરી ઉપરાંત સઘળી વ્યવસ્થા સંઘની સાથે રહીને હું જવાબદારીથી ગોઠવી દઈશ. તમે જરૂરથી આવો. તેમનો અભ્યાસ માટેનો ઉત્સાહ જોઈ મારું મન લોભાઈ ગયું. મને થયું કે અન્ય સત્સંગી મિત્રોનું મિલન થશે, સ્વ-પર આરાધના થશે. મેં હા પાડી.
વળી જયારે શારીરિક કંઈ પણ તકલીફ લાગતી ત્યારે મન પાછું પડતું. ત્યાં વળી ચંદ્રકાંતભાઈનો ફોન આવે, મારું મન તૈયાર થાય. મારા કાર્યક્રમના આયોજક કલ્પનાબહેનને મેં વાત કરી કે તમે ઇસ્યોરન્સની તપાસ કરજો. કારણ કે આટલાં વર્ષોથી હું તે ગોઠવણ કરીને જ જતી હતી. તે પ્રવીણભાઈ વાંકાણી સંભાળી લેતા.
કલ્પનાબહેને તપાસ કરીને જણાવ્યું કે ઈન્શ્યોરન્સ મળવાની સંભાવના નથી. આથી મેં જવાનું માંડી વાળ્યું.
તે સમયે ત્યાંના ધર્મી દીપકભાઈ અમદાવાદ હતા તે કહે કે “આવો કંઈ વાંધો નહિ થાય.” મેં કહ્યું આટલાં વર્ષો હું પરિવારને કહીને આવતી હતી કે “મને કંઈ થાય તો તમારે ચિંતા કરીને દોડવું નહિ. ત્યાં સ્વજન મિત્રોનો મોટો પરિવાર છે. બધી વિધિ પતાવશે.” પણ ત્યારે મારા હાથમાં ઈસ્યોરન્સ હોવાથી અન્ય નિશ્ચિતતા લાગે કે કોઈને કંઈ મુશ્કેલી નહિ થાય. એટલે હવે મારે જોખમ લેવું નથી. પરદેશ જવાની મનમાં કંઈક દ્વિધા તો હતી જ આથી હવે ચોક્કસ નિર્ણય કરી પરદેશની મુસાફરીને આભાર-આનંદ સાથે છેલ્લી સલામ ભરી દીધી.
સૌને કહ્યું આપણે અંતરના ભાવથી, પત્રલેખનથી, ફોનમાં વાર્તાલાપથી મળશું. હવે તમારે ભારત આવવાનું, કોઈ તીર્થમાં સાથે રહી આરાધના કરશે, તે રીતે મળતા રહીશું. પછી ક્ષેત્રનું અંતર ગૌણ છે. જોકે આ ક્રમ ચાલુ જ છે. સૌનું શ્રેય થાઓ, આનંદ હો, મંગળ હો.
વિભાગ-૧૩.
૩૫૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org