________________
મહોત્સવમાં સામૈયામાં જઈ રહ્યાં હતાં. માર્ગમાં એક બહેને વંદન કરીને પોતાની હીરાની બંગડીઓ ચરણમાં મૂકી દીધી. એમનાં દર્શનમાં એવું યોગબળ હતું કે લોકોને ધનની મૂછ ઘટી જતી અને સદ્વ્યય કરતા.
છતાં તેઓ સદા અલિપ્ત. મહોત્સવ પૂરો થાય એટલે શાલ પ્રમાર્જીને ઊભા થઈ જાય. કોણ આવ્યું, કેટલી ધનરાશિ ભેગી થઈ, કેટલી વપરાઈ કંઈ જ વળગણ નહિ. કોઈ ટ્રસ્ટ ઊભાં કર્યા નહિ. તેઓ કહેતા: ‘એ કામ શ્રાવકોનું છે. સાધુઓને એ પાપમાં પાડશો મા.”
વાસક્ષેપ આપવાના સમય સિવાય કોઈ ટ્રસ્ટીઓ ટોળે વળી બેસે, મિટિંગો થાય તેવું પ્રયોજન રાખતા જ નહિ. એકાંતમાં સ્વાધ્યાયલેખન અને જાપ કરવામાં એકાગ્ર થતા. ત્યારે જ તો આવું અધ્યાત્મબળ પ્રગટ થયું હતુંને ! ગમે તેવી ભીડમાં કે ભીડ પછી જાણે કંઈ હતું જ નહિ તેમ સ્વાધ્યાયમાં લીન થઈ જતા.
ક્ષીણકાય, પણ માંજરા નેત્રોમાં પવિત્રતા ટપકતી. પ્રસન્નવદન અને અપ્રમાદીપણાનાં દર્શન થતાં. ટેકા વગર કલાકો સુધી બેસવાનું જોકે કચ્છમાં વર્ષો પહેલાં ગાયના ધક્કાથી પડી જવાથી પગે ફ્રેકચર થતાં એક પગ ટૂંકો થયો હતો. તેથી વ્હીલચેર વાપરતા હતા.
એક વાર કહે : આ જમણો પગ નિશ્ચય અને ડાબો પગ વ્યવહાર છે. જમણો ઊપડવાની ના પાડે એટલે ડાબો ઊપડતો નથી, બંને સાથે ચાલે છે. તેમ નિશ્ચય-વ્યવહાર ગૌણ-મુખ્ય થઈ સાથે જ હોય છે. તત્ત્વના નામે એકાંત માર્ગ પકડશો નહિ.
જ્યારે જ્યારે પરદેશ જવાનું થતું ત્યારે દર્શનાર્થે જઈ શુભાશિષ મેળવતી. તેઓનું સૂક્ષ્મ અનુસંધાન રહે તે માટે દર વખતે કંઈ આજ્ઞા માંગતી. તેઓ કહેતા કે તમારી તત્ત્વજિજ્ઞાસા, સ્વાધ્યાયપ્રેમ અને ભક્તિ જ તમને આગળનો માર્ગ બતાવશે છતાં કોઈ વાર લોગસ્સ જેવા જાપ આપતા. છેલ્લે નવ લાખ નવકાર અને એક કરોડ અઈમના જાપ આપ્યા હતા. અને પાંચ વર્ષમાં થઈ જશે તેમ કહ્યું હતું. તે પ્રમાણે તેમની જ કૃપાથી થઈ શક્યું. તેના કારણે સંતોષજનક યથાશક્તિ સ્થિરતા અને ક્ષયોપશમનો સ્પષ્ટ લાભ અનુભવમાં આવે છે. મનમાં એમ થયા કરતું કે હવે આ પરદેશની યાત્રા સમાપ્ત કરવી. આથી એક વાર મેં પૂછ્યું : “મારે હવે પરદેશ જવાનો આરંભ બંધ કરવો છે.'
પૂજયશ્રી બોલ્યા : ““તમારી શારીરિક શક્તિ હોય ત્યાં સુધી સ્વપર શ્રેયરૂપ આ કાર્યમાં કંઈ બાધકતા નથી, ત્યાં સાધુ જઈ શકે નહિ. વિભાગ-૧૨
૩૪૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org