________________
આ સમાચાર મળતાં ખાસ ટ્રેઈન દ્વારા, ફલાઈટ, મોટર, ટ્રક, જેને જે સગવડ મળી તે પ્રમાણે હજારો ભાવિકો દોડી આવ્યા.
ન કોઈને તકલીફ લાગી, ન ભૂખ-ન તરસ, એક જ ભાવના પૂ. શ્રીનાં અંતિમ દર્શન, યોગીના પાર્થિવ દેહનું જીવોને કેવું માહાભ્ય હોય છે ! પવિત્રપણે જિવાયેલા જીવનનું સત્ત્વ દેહને પણ દર્શનીય બનાવે છે.
શંખેશ્વર હું પણ પહોંચી ગઈ. હજારો ભાવિકો એ દેહને વાસક્ષેપથી વધાવતાં ધન્યતા અનુભવતા. અમે ત્યાં પહોંચ્યા અને વાસક્ષેપથી વધાવ્યા, ત્યારે આંખો અશ્રુથી ભરાઈ ગઈ. મારા મનને થયું કે હે ગુરુદેવ ! હજી મારે કેટલો પંથ કાપવાનો બાકી છે. આપનો એક સહારો હતો. પ્રત્યક્ષતાની જરૂર હતી. અને આપ તો પ્રયાણ કરી ગયા ! ત્યાં બેસીને થોડી વાર જાપ કરી મનને શાંત કર્યું.
મહા સુદ છઠ્ઠના દિવસે સવારે ચાર વાગે પાલખી શંખેશ્વરમાં આગમમંદિરની જગામાં દર્શનાર્થે પધરાવવામાં આવી હતી. સાધુ-સમાજની પ્રણાલી પ્રમાણે સર્વવિધિ થઈ. દરેક ચઢાવા તો લાખોથી શરૂ થઈ કરોડ સુધી પહોંચ્યા. ભાવિકો માનતા કે આવો યોગ ક્યારે મળે ? હું મનમાં વિચાર કરતી કે ભાવિકોને કેવા ભાવ ઊપજે છે. ભરબપોરે કલાકો સુધી તડકામાં બેસવાનું છતાં પાણી પણ પીવાનું યાદ ન આવે. - પાલખીયાત્રા બારને બદલે ત્રણ વાગે નીકળી. હર્ષ મનાવવો કે શોક તેની મને તો સૂઝ ન પડે. પાલખીની આજુબાજુ ગુલાલ અને ધૂપ હવામાં ફેલાય. પાલખી ઊંચકવાની, સ્પર્શ કરવાની સૌની પડાપડી. એક બાજુ ઉત્સાહ જોઉં અને બીજી બાજુ મારું મન મૂંઝાય કે હવે પછી શું ?
ભાવિકો તો જય જય નંદા, જય જય ભદ્દાના ધ્વનિ સાથે નાચે કૂદે. કોઈના ચક્ષુ સજળ પણ બને. લગભગ પચાસ હજાર માનવો ક્યાંથી આવ્યા, જ્યાં સમાયા. મોટું રસોડું ખોલ્યું હતું. ક્યાં જમ્યા ? કોઈએ ઉપવાસ પણ કર્યા, બધું ભાવવિભોરથી ભર્યું હતું.
આખરે તો જે કરવાનું હતું તે પળ આવી. મહા સુદ છઠ્ઠની ઢળતી સાંજે સૂરજ આથમવાની તૈયારી હતી, ત્યારે પૂ. શ્રીના નશ્વર દેહને ભૂમિ પર કરેલી સુખડના લાકડા વગેરેની ગોઠવણીમાં સુપ્રત કર્યો. અશ્રુભરી આંખે ભાવિકોએ અગ્નિ સંસ્કાર કર્યો. સૌ સજળ નયને બોલી ઊઠ્યા : અધ્યાત્મયોગી અમર હો.” ભક્તોના આ નાદથી ગગન ગાજી ઊઠ્યું. અંતે દર્શનીય દેહ પણ અગ્નિમાં વિલીન થયો.
પૂ. શ્રી તેમની વાણી અને ગ્રંથોના અક્ષરદેહથી આપણી સાથે જ મારી મંગલયાત્રા
૩૪૩
વિભાગ-૧ર For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org