________________
રહેતી. ક્યારેક વિકલ્પો ઊઠતા કે આપણે ધારીએ શું અને થયું શું? કયા દોષે આવું બન્યું ? સ્વનિર્મિત અશાતાનો ઉદય. વળી ચિત્ત શાંત થઈ પ્રભુસ્મરણમાં લાગી જતું. કર્મસત્તા સામે ધર્મસત્તા જ મહાન છે. પારિવારિક સેવાચાકરીની પૂરી સગવડો :
રમોના (પુત્રવધુ) સારી રીતે મલમપટ્ટા કરે એથી કંઈ રાહત થાય. પણ એક જગાએ રૂઝાય તો બીજી જગાએ ચાંદી થાય. આમ ચારેક માસ પટ્ટાની દોસ્તીમાં તકલીફ રહી. છતાં એકંદરે તેનાથી પણ ટેવાઈ ગઈ. અર્થાત્ સ્વીકારી લીધું કે આમ જ ચલાવવાનું છે. અશાતાનું કર્મ ખપે છે.
કુદરતની કળા અકળ છે. છેલ્લા થોડા સમયથી ફોટા પડાવતી ન હતી. મારા ફોટા ન લેવા સૌને સમજાવતી, તેને બદલે હવે પગ અને ડોક બંનેના દર માસે એક્સ-રે પડાવવા જવાનું. ખાટલેથી સ્ટ્રેચરમાં (કોથળાને) શરીર ઉપાડીને મૂકે, બે જગાએ લઈ જાય. વળી એક્સ-રે માટે આ શરીરને ઊંચકીને મૂકે એમ શરીરનો ખેલ ભજવાતો તે જોતી. ડૉક્ટર કહે તેમ કરવાનું હતું. આમ ચાર માસ સુધી ડૉક્ટરને સંતોષજનક સુધારો લાગતો ન હતો. વયને કારણે સુધારો ધીમે થાય તે સમજાય તેવું હતું.
પૂરા બે માસ ખાવું, પીવું, નહાવું, કુદરતી ક્રમમાં જવું-સઘળું ખાટલે જ હતું. બે માસ પછી પગને વૉકરથી ચાલવાનું આવડ્યું, એટલે હવે ખાટલેથી પાટલે જવાની છૂટ (ખુરશીની છૂટ) મળી. ડોકનો પટ્ટો ચારેક માસ પછી થોડો નાનો કરવામાં આવ્યો.
બીજા બે માસ કેચીસથી ચાલતાં શીખી, પૂરા ચાર માસે લાકડીથી ચાલવાનું મળ્યું. આ લખું છું ત્યારે હજી બાર માસ થયે ત્રણ પગે એટલે લાકડી સાથે ચાલવાનું રહ્યું છે. લાગે છે કે લાકડીની મિત્રાચારી પાકે પાયે બંધાયેલી રહેશે. પછી જેવા યોગ.
પટ્ટાના સખત બંધનથી ગળાની નસો પણ દબાઈ એટલે બોલવામાં થોડી તકલીફ રહી, કાનની નસો દબાવાથી થોડી ધાકની અસર રહી છતાં શરૂઆતના પંદર દિવસ સાહજિક જાપ ચાલુ રહ્યા હતા. પછી દક્ષા સાથે પ્રતિક્રમણ જેવાં અનુષ્ઠાન (પથારીમાં સાંભળીને) થતાં રહ્યાં. વળી મનમાં શાસ્ત્રવાંચનની સ્મૃતિ આવે.
શરીરમાં કંઈક વેદના હતી. શ્રી ગોકુળભાઈ શાતા પૂછવા આવતા ત્યારે કહેતી, “બધા કહે છે કે બહેનને ખૂબ સમતા રહે છે, જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન મુદ્રામાં હોય છે, કંઈ આકુળ થતા નથી. હું ગોકુળભાઈને મારી મંગલયાત્રા
વિભાગ-૧૩
૩૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org