Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 373
________________ સમયે વિચાર ન આવ્યો કે ચાર વાગ્યા છે. હવે દિવસ પૂરો થશે. મેં પ્રથમ તો ના પાડી કે મારે કશી જરૂર નથી. દર્દી બીમારીમાં શરીર ડૉક્ટરને સોંપે પણ આત્માને સજાગ રાખે. ડૉક્ટરે કહ્યું : આ દવા સાથે દૂધ લેવું જરૂરી છે નહિતર બીજી તકલીફ થશે. અને હું માની ગઈ. મનોબળ નબળું. કંઈ બહુ વિચાર ન કર્યો અને દવા સાથે દૂધ લીધું. મણકાની સારવાર માટે ડોકે મોટા આભૂષણની જેમ મોટો પટ્ટો માથાથી ડોક સુધીનો મજબૂત રીતે બાંધવામાં આવ્યો. આમાં મને આકુળતા ન હતી. પરંતુ રાત્રે મારી તકલીફ અનિદ્રાની છે. આમે મારી સાથે નિદ્રાને મિત્રતા ઓછી છે, તેમાં જગા બદલાય. ડોકે પડ્યો હતો. ઘેનનું ઈજેશન પણ વ્યર્થ ગયું. લગભગ પંદર દિવસ અનિદ્રામાં ગયા. ક્યારેક થોડું ઝોલું આવે. આથી રાત્રે થોડી અકળામણ થતી. પણ જાપથી થોડી વારમાં તે શમી જતી. બીજે દિવસે પગે સર્જરી થઈ. ઢીંચણમાં ઢાંકણી પાંચેક વર્ષ પહેલાં બદલાવી હતી, તેની બાજુનું હાડકું ભાંગી ગયું હતું. ત્યાં હાડકું સાંધી સ્કૂ લગાવ્યા. એટલે પૂરી પથારીવશતા આવી. પગની પરવશતા હતી પરંતુ વેદના ન હતી. વિકલ્પ ઊઠતો કે આ પરવશતા દૂર થશેને ? વળી ડૉક્ટર કહેતા : તમે ચાલતા થવાનાં છો. કંઠે આભૂષણનો ભાર એવો હતો કે જ્યાં જ્યાં ધાર ઘસાય ત્યાં ત્યાં મોટી ચાંદીઓ પડે. પૂરી ચામડી જ નીકળી જાય અને પટ્ટીઓ ઘસાતી રહે તેની જલન થયા કરે. ડોકે પટ્ટો તો એક મિનિટ માટે પણ કાઢવાનો નહિ. મણકાની મુખ્ય સારવાર એ હતી. અકસ્માતના સમયે તો મેં કંઈ કોઈને કહ્યું કે પૂછવું નથી શું થશે? તેઓ જે કંઈ કરતા તે જોતી. મને એટલું યાદ આવે છે મારા અંતરમાં “અહમ નમઃ” જે ગુરુદેવે એક કરોડના જાપ કરવાના અભિગમ-સાધના આપેલાં તેના સંસ્કારથી એ સુલભ થયું હતું. એથી કથંચિત વેદના સહ્ય થતી હતી. કારણ કે તેનું રટણ પુનઃ પુનઃ ઝબકતું રહેતું હતું. હૉસ્પિટલમાં શારીરિક તકલીફો હતી પરંતુ ચારે બાજુ સેવા અને સદૂભાવના એટલા વિપુલ પ્રમાણ માં હતા કે તકલીફો ટકતી નહિ. હા, શારીરિક વેદનાનું કર્મ પોતે બાંધ્યું ઉદયમાં આવ્યું હતું. તેમાં કોઈ ભાગ ન પડાવે, ઇંદ્રાદિ સૌને તે સ્વયં ભોગવવું પડે. છતાં ઔષધ-ઉપચારથી રાહત હતી અને દેવગુરુકૃપાએ સમતા હતી. જાપના કારણે પ્રસન્નતા વિભાગ-૧૩ મારી મંગલયાત્રા 3४८ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412