________________
છે. તેમણે વરસાવેલું વાત્સલ્ય આપણા હૃદયમાં અંકિત છે. તેમનો બોધ આપણા જીવનનો સહારો છે. તેમણે આપેલો નવકારમંત્ર આપણું શરણ છે. તેઓશ્રીનું યોગબળ સૂક્ષ્મપણે કલ્યાણમય છે. મારો અનુભવ છે કે મારી દરેક સાધનામાં તેઓશ્રીનું યોગબળ નિખર્યા કરે છે. વર્ષોની શૂનકારની, સત્સંગના વિરહની વેદના, માર્ગની ઝંખનાનું સમાધાન આપીને મહાન ઉપકાર કર્યો છે. ન અશાંતિ, ન અજંપો. જાણે એવું લાગે કે સરળતાથી સન્માર્ગે ચાલવાની ચાવી આપતા ગયા છે. જે જન્માંતરે પણ સાથે રહીને મુક્તિ પ્રદાન કરશે. મારા જીવનની આ અપૂર્વ ઘટના છે, મહત્પુણ્યયોગે મળેલો આ પંચમ-દુષમ કાળનો સહારો હતો અને છે.
રોજના નિત્યક્રમ પ્રમાણે સવારે ૯ થી ૧૨-૩૦ સામાયિક હોય છે. એકાંતમાં મૌનની આરાધનાનો યોગ જળવાય છે. વળી નવકારમંત્રની માળા બારભાવનાની કે અન્ય અનુપ્રેક્ષા. પછી “ૐ અર્હમ નમ:' જાપ. અંતમાં સહજ રીતે ઉપશાંત ભાવ, ઉપયોગથી ઉપયોગમાં રહેવું. આ અનુષ્ઠાનથી કવચિત્ સ્થિરતાનો અનુભવ થતો હોય છે. આજે એ સ્થિરતા પછી તેની સ્મૃતિમાં એક ભાવ આવ્યો કે સાધક અવસ્થાની સ્થિરતામાં શાંતિનું-આનંદનું વેદન અલ્પકાલીન છતાં સ્વરૂપ પ્રત્યેના અપૂર્વતાનો સ્પર્શ કરાવે છે તો શૈલીશીકરણમાં આત્માની સર્વોચ્ચદશાની અદ્દભુતતા કેવી હશે કે જેનું વર્ણન સર્વજ્ઞ પણ કરી શક્યા નથી. દેવ-ગુરુકૃપાની પ્રસાદીરૂપ આવી આરાધના થતી રહે અને આત્મા પૂર્ણતા પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
માર્ગ મળ્યાની નિઃશંકતાનું પૂ. શ્રીનું પ્રદાન એ આ જીવનું અમૂલ્ય આત્મધન છે. તેના વડે સન્માર્ગમાં આગળની સાધનાનું સાતત્ય જળવાય છે. પરમ ઉપકારી ગુરુવર્ય માટે મારી કલમ નાની છે, હૃદયમાં તેમનો બોધ અંકિત છે તે અમાપ છે. કોટિશઃ વંદન હો.
વિભાગ-૧૨
મારી મંગલયાત્રા
૩૪૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org