________________
હારમાં અવાજ પહોંચે પરંતુ માનવમેદની તો બેત્રણ હજારની હોય. એક વાર મેં બેચાર બહેનોને પૂછ્યું કે તમને સંભળાતું નથી છતાં બધાં પૂરો કલાક બેસો છો ?
“અરે, તેમના દર્શનથી પવિત્ર થવાય છે. આ તો દિવ્યપુરુષ છે.” તેમના દર્શનમાં આવું ચુંબકીય તત્ત્વ હતું.
ત્યારે મને પણ સમજાયું કે તેઓની અધ્યાત્મ-પવિત્રતાનું માહાભ્ય કેટલું વ્યાપક છે? આ શ્રોતાગણ મુંબઈ, મદ્રાસ, બેંગલોર, કચ્છ વગેરે સ્થળેથી આવતો. તેઓશ્રી દસેક વર્ષથી કચ્છ ગયા ન હતા તેથી જાણે પૂરું કચ્છ-ભુજ પાલીતાણામાં ઊતરી આવ્યું હોય તેવું લાગતું અને ધનનો સદ્વ્યય તો મન મોકળું મૂકીને કરતા.
દ્રવ્યાદિની ઘણી પ્રભાવના થતી. જોકે માનવપ્રકૃતિમાં લોભની મુખ્યતા છે. એટલે પ્રભાવનાની ભીડમાં શિસ્ત જળવાતી નહિ. જે શ્રોતાઓ એક કલાક શાંતિથી બેસતા તે જ શ્રોતાઓ ધમાલ કરી મૂકતા. ત્યારે પ્રભાવનામાં આદરનું માહાભ્ય છતાં તેમાં અશિસ્ત અને તુચ્છતા જણાતી. ત્યારે થતું કે જનતાને લાલચથી ધર્મ પમાડી શકાતો નથી. જોકે શ્વેતાંબર આમ્નાયમાં આ પ્રથા ફૂલીફાલી છે અને તેમાં આવું દૂષણ પણ છે. હમણાં ક્યાંય સુધારો થતો જાય છે, ખેર. એક મહારાજશ્રીએ કહ્યું પણ ખરું કે પ્રથા સુધારવા જેવી છે.
પછી વળી બે ચાતુર્માસ કચ્છ થયાં ત્યારે પણ દર્શનાર્થે જવાનું થયું હતું. પૂ. શ્રી વિહારમાં હોય, અને યાત્રામાં હોઈએ એટલે વિશેષ વાચના જેવું બન્યું ન હતું.
વચ્ચેનાં વર્ષોમાં દુષ્કાળની પરિસ્થિતિમાં પૂ. શ્રી કહેતા. મૂક પશુઓનું રક્ષણ કરજો. અને એ સમયના વિહારમાં લગભગ ત્રણ કરોડ જેવી રકમ જીવદયા માટે થઈ હતી. તેઓ પ્રવચનમાં કંઈ કહેતા નહિ, તેમની ઉપસ્થિતિ જ પર્યાપ્ત થતી.
પૂ. શ્રી કચ્છમાં ચાતુર્માસ માટે પધાર્યા ત્યારે જનસમૂહમાં ઉત્સાહ અનેરો હતો. મોટાં મોટાં શહેરોની હદમાં તેમના ચિત્રપટ મૂકીને કમાનો કાઢી હતી. તેમના પગલાં પવિત્ર-કંકુના મનાતાં હતાં. ચમત્કાર ગણાય એવું ઘણું બનતું. પરંતુ તેઓ તેની ગૌણતા કરતા એટલે વાતો વહેતી થવા પામતી ન હતી. પૂજ્યશ્રીની વિશેષતા :
વિશાળપણે તીર્થ પ્રતિષ્ઠાઓ થતી હતી. એક વાર કચ્છમાં પ્રતિષ્ઠા મારી મંગલયાત્રા
વિભાગ-૧૨
૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org