________________
રકમ ભરીને જવાનું. પ્રતિક્રમણમાં રકમ ભરવાની નહિ; પાપ જાય, ધ્યાન થાય. છતાં પ્રતિક્રમણ થતું નથી. આશ્ચર્ય. પૂ. શ્રીનો હૈદ્રાબાદની સ્થિરતામાં મળેલો બોધ :
- ત્યારપછી પૂ. શ્રી ૮૯ વર્ષ બેંગલોર-મદ્રાસ બાજુ વિહારમાં હતા, જયારે તેઓ હૈદ્રાબાદ પધાર્યા ત્યારે હું, પદ્માબહેન અરવિંદભાઈ, વીરબાળાબહેન ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રવૃત્ત છતાં અમને પૂરતો સમય આપતા હતા.
દરેક વખતે અમારી સ્થિરતા પૂછી લેતા અને તે પ્રમાણે સમય ગોઠવી આપતા. ત્યાંના ટ્રસ્ટીઓ અને તેમના શિષ્યોને સૂચના હતી કે આ બહેનો દૂરથી તત્ત્વજિજ્ઞાસાથી પ્રેરાઈને આવ્યાં છે તેથી વાચના સમયે તત્ત્વજિજ્ઞાસુઓ ભલે આવે, બાકીના થોડી વાર બહાર બેસજો.
તે સમયે જ્ઞાનસારના શમાષ્ટકની વાચના આપી મેં નોધ કરી હતી અને તેઓશ્રી પ્રણીત સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાનમાંથી માહિતી લઈ ભવાંતનો ઉપાય સામાયિક યોગનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
તેમની સાથે ભક્તિનો લાભ પણ મળતો. ભક્તિમાં ભગવાન સાથે ભક્તનું ઐક્ય કેવું હોય તે ત્યારે અનુભવમાં આવતું. રાગ-રાગણી કે વાજિંત્રની ગૌણતા રહેતી. એક કલાક ઉપરાંત આ ભક્તિ થતી. બીજા શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન અતિપ્રિયતા ધરાવતું : “પ્રીતલડી બંધાણી રે અજીત નિણંદશું.' તેમાં પણ જ્યારે પંક્તિ બોલતા “તારકતા તુજ માહિરે શ્રવણે સાંભળી” પછી તો “તારકતા તારકતા” શબ્દ ભાવ બની જતો, તે ભાવ લય બની જતો, ત્યારે લાગતું તેઓ સ્થળકાળથી મુક્ત થઈને પ્રભુગુણ સાથે એકત્વ માણી રહ્યા છે. ત્યારે સમૂહ પણ એ ભાવને ઝીલીને ધન્ય બનતો. આવો તેમનો ભક્તિયોગ હતો.
પૂ. શ્રીએ સ્વયં પ્રભુભક્તિમાંથી વૈરાગ્ય પામી બત્રીસ વર્ષની વયે બે પુત્રો અને પત્ની સાથે સંસારત્યાગ કર્યો હતો. તેમની જીવનકથાની નાની પુસ્તિકા બહાર પડી છે “ધન્ય તે ધરા.” તેમાં તેમના જીવનની વિશેષતા જાણવા મળશે.
હું કોઈવાર કહેતી : “સાહેબજી, સાધનામાં આગળ વધાતું નથી. હવે મને પહેલાંની કોઈ મૂંઝવણ કે સંઘર્ષ ન હતા. પણ અંતરની શુદ્ધિ અને સ્થિરતામાં કોઈ વાર ક્ષતિ જણાય છે.”
ત્યારે તેઓ એક જ મંતવ્ય રજુ કરતા : “જે અહીં સુધી લાવ્યા છે તે પ્રભુની ભક્તિમાં વધુ શ્રદ્ધા રાખો. તે છેક પહોંચાડશે. તમારું અસ્તિત્વ મારી મંગલયાત્રા
વિભાગ-૧૨
૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org