________________
વિષપાન કરે છે.
નિગોદથી માંડ નીકળ્યા હવે પાછા ત્યાં પહોંચશું તો તે જીવો તમારી હાંસી કરશે. તમને પૂછશે કે અમે તો એમ માનતા હતા કે તમે સિદ્ધ થઈ અમને અહીંથી છોડાવશો, તેને બદલે તમે જ અહીં આવી ગયા ? શું જવાબ આપશો? જીવોનું અજ્ઞાન શું છે?
પૂ. શ્રી કહેતા કે સર્વજ્ઞના વચનને ન જાણે, ન શ્રદ્ધે તે જ મોટું અજ્ઞાન. સંસારના સઘળા વ્યવહારને આદરવો તે અજ્ઞાન, વ્યવહારજ્ઞાનથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન, જ્ઞાનથી મોહ નષ્ટ થાય. મોહથી કેમ બચવું? એ કયા બારણેથી ઘૂસે છે તે જ ખબર નથી.
તમે સારાં કપડાં પહેર્યા હોય તો સાચવતાં આવડે છે? રોગથી બચવાના ઉપાય શોધો છો, કારણ કે હજી જીવને દેહથી સુખ છે તેવો ભ્રમ છે. છતાં ધારો કે મરણથી બચવા જોષ જોવરાવે તો મરણથી બચાય ? રોગ દૂર થવા જોષ જોવરાવે તો બચાય ? ભાઈ ! આ સર્વ તારા પૂર્વ પ્રારબ્ધ આધારિત છે. છતાં બચવા કેવા ઉપાયો યોજે છે ?
તું આવો બુદ્ધિમાન ! મોહથી કેમ બચાય તે જાણતો નથી. દંડથી ઘડો બનાવી શકાય અને દંડથી ઘડો ફોડી શકાય. બુદ્ધિ-જ્ઞાન વડે મોહ જીતી શકાય અને બુદ્ધિ વડે સંસારવૃદ્ધિ પણ થઈ શકે. શું કરવું તે માટે તું સ્વતંત્ર છું. હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું તેવી પ્રતીતિ ન થાય તો આ જન્મ, આ જીવન શા કામનું ?
- સાધુ સમુદાયને કહેતા : સમતા જ આપણો પ્રાણ. શ્વાસ વિના ચાલે છે ? સમતા વિના કેમ ચાલે ? મુનિજીવનનો પ્રાણ સમતા છે. મુનિનું ધ્યાન, સર્વ ક્રિયા સમતામય હોય. સમતામાં આરૂઢ મુનિ મુક્તિનો આનંદ આ ધરતી પર માણે છે.
લોકો બોલતા અને માનતા થયા છે કે જૈનદર્શનમાં ધ્યાન-યોગ નથી. અરે ! જૈનદર્શનનાં તમામ અનુષ્ઠાનો ધ્યાનરૂપ જ છે. તમને તેની કળા હસ્તગત હોવી જોઈએ. ધ્યાનથી પાપ નાશ પામે. પ્રતિક્રમણ શું છે? જેનાથી પાપનાશ થાય છે તે ધ્યાન, ભક્તિથી વૈરાગ્ય જન્મે તે ધ્યાનરૂપ જ છે. આવું ધ્યાન છોડીને હવે ટોળે મળીને શિબિરો થાય છે. જેમાં કેટલીક પદ્ધતિઓ દૈહિક છે. જીવોને આમેય દેહ વહાલો છે. એટલે આ શિબિરોમાં ટોળાં ભેગાં થાય છે. વળી સાંભળ્યું છે કે એ ધ્યાન શિબિરોમાં વિભાગ-૧૨
૩૩૬
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org