________________
નોંધથી બોધ આપ્યો હતો. છબસ્થ અવસ્થામાં જીવ અપૂર્ણ તો છે જ પણ ધ્યેય મૂળ સ્વરૂપના લક્ષ્ય કરવાનું છે. સ્વસ્વરૂપે આત્મા પૂર્ણ છે. પૂર્ણ સુખથી ભરેલો છે. તેવું દઢ શ્રદ્ધાન કરવું.
સંસારના પદાર્થો ગમે તેવા સુંદર કે મૂલ્યવાન હોય, ઈન્દ્રિયોનાં સુખો મનગમતાં અને કાયમનાં લાગતાં હોય તો પણ તે અપૂર્ણ જ રહેવાનાં. વળી જીવને તેનાથી તૃપ્તિ પણ નહિ થવાની. માટે આ જીવનમાં યોગ મળ્યો છે તો પૂર્ણતાનું લક્ષ્ય કરવું, પુરુષાર્થ પણ તેમ જ કરવો.
પુરુષાર્થ વગર કોઈ કાર્ય સંપન્ન થતું નથી. મોક્ષમાર્ગનાં સાધનોમાં પણ પુરુષાર્થની જ વિશેષતા છે. આત્મા એટલે પુરુષ પૂર્ણતાનો સ્વામી તે પુરુષ, તેને સિદ્ધ કરવું તે પુરુષાર્થ માટે પૂર્ણતાનું માહાભ્ય સ્વીકારી તે લક્ષ્ય પુરુષાર્થ કરવો. તત્ત્વબોધની ફળશ્રુતિ પણ એ જ છે.
આત્મબળની હીનતાથી એમ લાગે કે આ બધું કઠણ છે. પરંતુ જે સપુરુષો પૂર્ણ સ્વરૂપને પામ્યા તેઓ પૂર્ણતાને લક્ષ્ય જ પામ્યા હતા. તેમના સ્વરૂપનું ચિંતન કરવું.
તેઓશ્રી સાધનાના સમાધાન માટેની ગુરુચાવી આપતા અને કહેતા કે હું આ જગતની કોઈ વસ્તુને ચાહું તેના કરતાં શુદ્ધ આત્મા-ચૈતન્ય માત્રને ચાહું એવી મારી પ્રાર્થના અને સાધના હો.
આગમના ભાવશ્રુતને ગ્રહણ કરી અને ભગવાન ન મળે તેવું ન બને. હા, તેમાં એક શરત છે કે તમારું મન ભગવતુમય રહેવું જોઈએ. ભગવાનને પવિત્ર હૃદયનું આસન જોઈએ છે, હું તો વારંવાર એ જ પ્રયત્ન કરું છું. ક્યારેક મારું મન ભગવમય બને છે ત્યારે હું આત્માના આનંદને અનુભવું છું.
આત્મા જ્ઞાનાનંદ છે. જ્ઞાન છે તો આનંદ છે. પરંતુ જીવને પોતે આવો સુખ અને આનંદસંપન્ન છે તેનું ભાન નથી, મહિમા નથી. છતાં ગુરુગમે જો રૂચિ અને શ્રદ્ધા કરે તો સ્વ-નિધાનને તે જાણે. ગુરગમ પ્રાપ્તિનો ઉપાય વિનય છે.
તેઓ ધ્યાનના અનેક પ્રકારમાં મુખ્યતા બતાવતા. જ્યાં ભગવાનની મુખ્યતા ન હોય તે ધ્યાન આત્મરૂપ ન હોય તેમ કહેતા.
સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષાનું પાણી મોતીરૂપે પ્રગટ થાય છે. આપણા પવિત્ર મનમાં પ્રભુનાં વચન રસાઈ જાય તો અમૃત પ્રગટ થાય, આપણો આત્મા પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ જે પૌદૂગલિક પદાર્થોમાં આસકત છે તેને આ અમૃત પોતાની પાસે હોવા છતાં માનવ મારી મંગલયાત્રા
વિભાગ-૧૨
૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org