________________
કારણે અન્ય વિધિવિધાનો કરતાં સ્વાધ્યાયમાં સંખ્યાબળ ઓછું હોય તે સ્વાભાવિક છે. બી વવાયું છે તો વૃદ્ધિ પામશે.
કોઈ વાર અમે સ્વાધ્યાયકારો વિચારતા કે શ્રોતાની ક્રિયાકાંડ સાથે તત્ત્વરુચિ વધે તો સંખ્યા વધે. છતાં લાગે છે કે તત્ત્વશ્રવણમાં લોકોને રૂચિ અલ્પ રહેવાની, એટલે આપણે સંખ્યાબળનો આગ્રહ ન રાખવો. અલ્પ સંખ્યામાં પણ જિજ્ઞાસુ છે તો જેટલાને લાભ થયો તે ખરશે. આપણે આપણી ફરજ બજાવવી.
હું તો એમ કહું કે આ પ્રવૃત્તિ નિરર્થક ગઈ જ નથી. તેના લાભ આપણા અનુભવમાં આવે છે. કેટલાયે ભાવિકોએ વ્યસનનો ત્યાગ કર્યો, માંસાહાર કે અભક્ષ્ય આહારનો ત્યાગ કર્યો, અન્ય વસ્તુઓમાં વનસ્પતિજન્ય હોય તેવું લેતા થયા, તપ-વ્રત વૃદ્ધિ પામ્યા, સામાન્ય જીવો અન્ય નિયમોથી પરિચિત થઈ તેનો લાભ લેતા થયા; સામાયિક જેવાં અનુષ્ઠાનો કરતા થયા. પ્રસંગે ભારતમાં કટુંબસહયાત્રા કરતા ગયા.
અંગત પરિચય થતાં મારો અનુભવ તો એ છે કે કૌટુમ્બિક કે અંગત જીવનના સંઘર્ષો ટળ્યા. પારિવારિક પ્રસંગોમાં ધર્મક્રિયાઓ કરતા થયા. દીકરા-દીકરીઓ તેમના પ્રસંગોએ સ્નાત્રપૂજામાં ભક્તિ કરતાં થયાં, રોગ કે શોક જેવા પ્રસંગોએ પણ ધર્મભાવનાને પ્રદીપ્ત રાખતાં થયાં. પરિગ્રહની મૂછ ઘટાડી સવ્યય કરતાં થયાં. ભૌતિકતા છતાં ભોગવૃત્તિમાં સંયમ રાખતાં થયાં. ઘરમાં પવિત્ર સ્થાનોનું અલ્પાવિક આયોજન થયું. પુસ્તક-શાસ્ત્રો રાખતાં અને વાંચતાં થયાં.
મારો અંગત અનુભવ ઘણો વિશાળ છે. વિસ્તારના ભયે અલ્પ રજૂ કરું છું. અગર તો જેટલી વ્યક્તિ તેટલા અનુભવ છે. કોના લખું ને કોના
સ્વજન-વિયોગ થાય ત્યારે જીવોની માનસિક સ્થિતિ વ્યાકુળ થાય તે સંસારમાં સ્વાભાવિક છે. ત્યારે મેં જોયું કે અમારા જેવાના પરિચયમાં છે, સ્વાધ્યાયની રુચિવાળા છે તેમાં થોડું પરિવર્તન આવે છે, જે તેમને માટે આત્મકલ્યાણરૂપ હોય છે. સુશ્રાવક આદરણીયશ્રી રજનીભાઈ શાહ (ન્યૂજર્સી) :
છેલ્લાં થોડાં વર્ષથી ન્યૂજર્સી હાલ એડીસન બાજુ રહેતા મૂળ અમદાવાદના વતની શ્રી રજનીભાઈ શાહનો નવો પણ જાણે પુરાણો પરિચય થયો. તે અમદાવાદમાં આ. ભગવંત બાપજીના સંપર્કમાં ધાર્મિકઆધ્યાત્મિક શિક્ષણ પામ્યા હતા. તેને અમેરિકા જઈને વાગોળ્યું હોય વિભાગ-૧૧
૩૨૬
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org