________________
છે, વળી મને ચોર્યાશીમું વર્ષ ચાલે છે એટલે હવે ચોર્યાશીના ચક્કર પૂરાં થાય તેવી સૌ શુભ ભાવના આપો. વળી મેં ગયે વર્ષે કહ્યું હતું કે આ વર્ષ છેલું છે. તે રીતે પણ મારું આયોજન પૂર્ણ થાય છે. છતાં તમને મારી જગાની ખોટ આંશિક રીતે પૂરી કરી આપી છે. અમદાવાદ નિવાસી સુશ્રાવક શ્રી નૌતમભાઈ :
કથંચિત મેં મારી જગા પૂરી આપી છે તેમ કહું તો ચાલે ? છેલ્લાં ત્રણ વર્ષથી સુશ્રાવક શ્રી નૌતમભાઈ વકીલ જે જૈન ધર્મના આચાર અને વિચારની સમતુલાવાળા છે, તેમનો લાભ તમને મળે છે. તે મારા ધર્મપુત્ર છે. સ્વાધ્યાય માટે, સૌના સંપર્ક માટે યોગ્ય વ્યક્તિ અને વક્તા છે. પોતે સ્વયં સાધનસંપન્ન છે, એટલે અન્ય કોઈ અપેક્ષા વગર સૌને લાભ આપી રહ્યા છે. પ્રવચનકાર ઉપરાંત ભક્તિરસમાં પણ નિપુણ છે. સવિશેષ શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે તેઓ યોગ્ય છે. તેઓએ પણ સૌનો આદર મેળવ્યો છે. તેમનાં ધર્મપત્ની નીતાબહેન સાથે હોય છે.
તેઓ અમદાવાદની ઘણી સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. જૈન સમાજમાં પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. દિલના ઉદાર અને પરોપકારજીવી છે. તેઓએ ત્રણ વર્ષમાં અમેરિકામાં શ્રોતાગણની ચાહના મેળવી છે એટલે ૨૦૦૮ સુધીના શ્રી પર્યુષણની આરાધના માટેનું આયોજન નિર્ભીત થઈ રહ્યું છે.
વળી મારા અમેરિકાના પુસ્તક વિષેનાં તથા કાર્યક્રમ વિષેનાં કાર્યો ઈ-મેઇલથી દરેક સ્થળોએ તેઓ સંભાળી લેતા હોય છે. તમને મારી પુરવણી માટે એક સાધક મળ્યા તેનો આનંદ છે. સૌ પૂરો લાભ લેજો. તેમનો અમેરિકામાં સત્સંગ ગોઠવવાનો મારો પ્રયાસ સફળ થયો છે. અમારી સત્સંગયાત્રા સાર્થક જણાઈ છે :
ધર્મની પ્રણાલીમાં સવિશેષ કેન્દ્રોમાં શનિ-રવિ રજામાં વિવિધ આયોજનો થાય. તેમાં જનસમૂહ સામુદાયિક ક્રિયાયોગ જેવા ઉત્સવોમાં વધુ રસ ધરાવતા હોય છે, કારણ કે તેમાં આબાલવૃદ્ધ સૌ ભળી શકે; જેમકે પૂજન જેવી વિધિઓ. જેમાં એક પૂજનનો ચઢવો લે તેમાં પૂરું કુટુંબ ભાગ લઈ શકે. તે પ્રમાણે મહાવીર જન્મોત્સવ કે ગૃહસ્થોના કૌટુમ્બિક પ્રસંગોના નિમિત્તે યોજાતી ધાર્મિક સ્નાત્ર જેવી પ્રવૃત્તિ જેમાં મોટી સંખ્યામાં સૌ લાભ લે. પરંતુ સ્વાધ્યાય જેમાં શ્રવણમાં મન-મગજ-બુદ્ધિને કસવાં પડે, શાસ્ત્રોક્ત અભ્યાસ અલ્પ હોય, પ્રવચનના શ્રવણનો અભ્યાસ પણ નિરંતર ન હોય, એટલે રુચિની વૃદ્ધિ ન હોય તે સમજી શકાય. તેને મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org