________________
અંગ હજી પણ સાજું-તાજું રહ્યું છે.
દરેક શહેરમાં સૌ આદર-પ્રેમથી અમારો ઉતારો ગોઠવે. પાંચસાત દિવસ વ્યવસ્થિત રહેવા, જમવાનું ગોઠવી દે. કોઈ વાર ભોજનભક્તિ માટે ઘર વધી પડે અને અમારા દિવસો ખૂટી પડે. વળી મારે બેસણાં હોય, સવારે મારી આરાધના હોય એટલે મને બે વાર જમવા જવું અનુકૂળ ન પડે, તો પણ કોઈ વાર જવું પડે. આ સૌ યજમાનો સત્સંગી હોય એટલે આહાર સાત્ત્વિક હોય. સાથે સત્સંગ, સ્વાધ્યાય, સામાયિક પણ યોજાતા.
છેલ્લાં પચ્ચીસ વર્ષમાં તો ગુજરાતી સવિશેષ જૈન સમાજનાં કુટુંબો સારી રીતે ત્યાં સ્થિર થયાં છે, તેઓમાં ઉદારતા અને આદર બંનેનો સુભગ યોગ છે. તેથી અન્યોન્ય ઘણી સંવાદિતા અને સમીપતાનો અનુભવ થતો. આ સૌની સાથે મારો જે સમાજસેવા સમયે વાત્સલ્યભાવ હતો તે સાત્ત્વિપણે વિકાસ પામ્યો. અને તેઓ પણ પારિવારિકપણે સાત્ત્વિક સંબંધ જાળવતા.
હું કોઈ વાર પૂછું કે તમને લેવા, જમાડવા વગેરેની કેવી રીતે અનુકૂળતા છે ? ત્યારે તેઓ જવાબ આપતા તમારે અમારું એ કંઈ નહિ જોવાનું. તમને અનુકૂળ હશે તે જ કરવાનું, તમને કંઈ જ મુશ્કેલી પડવી ન જોઈએ. તમારો અમારા પર ઘણો ઉપકાર છે. તેનો બદલો શું વાળી શકીએ ?
સવિશેષ હું જે જે શહેરોમાં જાઉં છું ત્યાં દરેક સ્થળે અમદાવાદના સ્વજનો હોય છે. તે ઉપરાંત અન્ય સત્સંગીઓનો પણ સાદર પરિચય થતો ગયો. આથી મને આઠ દસકા પૂરા થયા તોય અંગત સત્સંગનો પ્રેમ અને સત્સંગીઓનો હાર્દિક આવકાર હોવાથી ત્યાં જવાનું આકર્ષણ રહે છે. મને આઠ દસકા પૂરા થયા પછી દર વર્ષે ના પાડું અને વળી જાઉં, છેવટે આ સત્સંગયાત્રા ૧૯૯૧ થી ૨૦૦૪ સુધી સતત ૧૫ વર્ષ દેવગુરુકૃપાએ ચાલુ રહી. - દરેક ગામે ધર્મગૃહ-સત્સંગગૃહ બાંધેલાને? તેથી આ બીમારી સમયે સૌએ કેન્દ્ર પર શુભ ભાવનાથી પ્રાર્થનાઓ યોજી. એ પ્રથમના મહિનામાં રોજે બે-ત્રણ કોલથી સૌ ખબર પૂછતા. જ્યારે હું વાત કરતી થઈ ત્યારે પણ આ ક્રમ જાળવી રાખ્યો.
અમારો સંપર્ક તદ્દન જીવંત રહ્યો છે. હજી ત્યાંની યાત્રાનો તેઓનો ખૂબ આગ્રહ છે. પરંતુ મેં કહ્યું કે છેલ્લી બીમારીથી પગે થોડી તકલીફ વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org