________________
વળી અન્ય નાનાંમોટાં દૃષ્ટાંતોથી સ્વાધ્યાય રોચક બનતો. સર્વ અને તત્ત્વ બંનેનો મેળ થતો. એ બોધ જીવનમાં કેમ પરિણમે તેના ઉપર ભાર મૂકતા જેથી દરેક પોતાના જીવનનો વિકાસપંથ મેળવી શકે.
સ્વાધ્યાયનો શુભ પ્રારંભ નવકારમંત્ર તથા માંગલિકથી થતો. અંતમાં અંતઃમંગલ થતું. દરેક સ્વાધ્યાયને અંતે કોઈ ને કોઈ નિયમ લેવાની પદ્ધતિ રાખી હતી. નિયમની એક યાદી બનાવીને દરેકને આપવામાં આવતી. દરેક પોતે જાતે જ નક્કી કરીને બતાવી જતા. કોઈ વાર ચિઠ્ઠીઓ ઉપાડવાની હોય. જેને જે ચિઠ્ઠી આવે તે પ્રમાણે કરવાનું. કરતા હોય તેણે જ ચિઠ્ઠી બદલવાની હતી, તેમાં કોઈ વાર કોઈની કસોટી થતી. ચીટ્ટીને હું દસ્તાવેજ કહેતી :
એક વાર એક બહેન ચિઠ્ઠી લઈને આવ્યાં, તેમાં હતું રેશમનાં વસ્ત્રો વાપરવા નહિ. તે બહેન કહે : મારે આ ચિઠ્ઠી બદલવી પડશે. મને રેશમનાં વસ્ત્રો ગમે છે, હું પહેરું છું.
મેં કહ્યું “ચિઠ્ઠી બદલવાને બદલે વસ્ત્રો બદલો, તમને લાભ થશે; પાપથી બચશો તો શતાવેદનીય મળશે.” થોડો વિચાર કરીને કહે : નવા નહિ લઉં.
વળી એક ભાઈ આવ્યા. તેમની ચિઠ્ઠી હતી સિગરેટ પીવી નહિ. ભાઈ કહે : મારી તબિયત બગડી જાય. અરે ““ભાઈ લાંબે ગાળે અસાધ્ય રોગના ભોગ ન બનો એને માટે આ ચિઠ્ઠી આવી છે. તમે ભાગ્યશાળી છો, તમારું ભાવિ સુધરી ગયું. ચિઠ્ઠી ન બદલતાં ટેવ બદલો.” તેમણે પ્રયત્ન કર્યો. તલપ લાગે ત્યારે ત્રણ નવકાર ગણતા. થોડી કસોટી થઈ, પણ ટેવ છૂટી ગઈ.
વળી જેને ત્યાં ભોજન હોય તેને ત્યાં બીજા મિત્રો પણ હોય. સૌની સાથે થોડી હળવી વાતો થાય. તેમાં એક વાર મેં કહ્યું જુઓ, જેને ત્યાં માંસાહાર થતો હોય, પોતે લેતા હોય, “બાર' ચલાવતા હોય તેને ત્યાં હું જમતી નથી, તેના હાથનું જમતી નથી.
તે દિવસે એક બહેન મળવા આવ્યાં, કહે : મને પ્રાયશ્ચિત્ત આપો, હું માંસાહાર કરું છું. મેં આજે તમને વસ્તુ પીરસી હતી. મેં કહ્યું “પ્રાયશ્ચિત્ત હું કરી લઈશ.” તે બહેન વિચારમાં પડ્યાં. બીજે દિવસે આવીને માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા લઈ ગયાં.
એક દંપતીમાં બહેન મારા તરફ ઘણો આદર રાખે, પણ પતિ ઘરમાં લાવીને માંસાહાર કરતા. તેથી તે મને ઘરે જમવા લઈ જઈ શકતા વિભાગ-૧૧
૩૨૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org