________________
મારામાં બાળપણથી જ ભૌતિક સ્થળો જોવાની વૃત્તિ ઓછી હતી. અમે યુવાનીમાં કાશ્મીર ગયા ત્યારે પણ હું ઘણાં સ્થળોએ જવાને બદલે હાઉસબોટમાં કે અન્યત્ર પુસ્તક વાંચતી.
તેમાં વળી હવે તો મારું માનસ આધ્યાત્મિક ક્ષેત્રે પરિપક્વ થતાં, અને એ સમજમાં આવ્યું કે જીવ આ ચૌદ રાજલોકના ફ્રી ઝોનમાં સર્વત્ર અનેક જન્મો કરી પ્રદક્ષિણા કરી આવ્યો છે. આકાશશ્રેણીનો એકે પ્રદેશ સ્પર્શરહિત રહ્યો નથી, જે સર્વ દિશામાં હર્યોફર્યો છે. હવે કશું બાકી નથી તો પછી શા માટે હવે ફર્યા જ કરવું ? જિજ્ઞાસુ મિત્રો ક્યારેક કહેતા કે તેમાં જોવા જેવું છે, તમને સ્વાધ્યાયમાં કહેવા જેવું લાગશે. “અરે શાસ્ત્રમાં શું ઓછું છે !” ત્યારે મારો જવાબ ઉપર મુજબનો રહેતો. એક વાર ફક્ત ડીઝનીલેન્ડ ગઈ. એકબે રાઈડ લીધી પરંતુ એકબે કલાકમાં મને લાગ્યું કે અહીં કંઈ જોવા કે રોકાવા જેવું છે નહિ, અને રાઈડમાં આરંભનો દોષ લાગે તેથી અમે પાછા ફર્યા.
વળી મારી જરૂરિયાત જ ખાસ હોય નહિ, કંઈ ખરીદવાનું ન હોય એટલે બજારદર્શન તો કર્યા જ નથી. કુટુંબમાં પરિવાર કંઈ મંગાવે તો તેમની ચિઠ્ઠી સીધી કલ્પનાબહેનને કે ન્યૂયૉર્કમાં ભાવિનીને આપતી તે પ્રમાણે તેઓ લઈ આવતા, પેકિંગ પણ તેઓ જ કરતા. અન્ય રીતે હિસાબ પણ ચૂકતે થઈ જતો. તે વ્યવહાર રમોના અતુલ સંભાળી લેતાં. હું કહેતી કે મુમુક્ષુઓ પાસે સાંસારિક વસ્તુઓ મંગાવવી નહિ. અને તેમ કરવું પડે ત્યારે તેઓ તે વ્યવહાર નભાવી લેતા. આથી કોઈ દેશનું બજાર જોયું નથી. વળી હું તેઓ સૌ માટે ઉત્તમ પુસ્તકો આપતી. એમ આદાનપ્રદાન થતું.
હા, કોઈ વાર શૂઝ કે સ્વેટર જેવું લાવવાનું થતું તે તો માપથી પતી જતું. સૂકોમેવો અને કેસરનો સ્વીકાર કરતી. તેનો થોડો સદ્ઉપયોગ પણ થતો. સ્વાધ્યાય-કેન્દ્રો અને પ્રવૃત્તિ ઃ
૧૯૮૯માં ત્રણ સ્થળોની યાત્રાનો કેટલો વિસ્તાર થયો તેની સામાન્ય વિગત આ પ્રમાણે છે. સમાંતરે આવેલાં સ્થળોના વિભાગ કરીને કાર્યક્રમ ગોઠવાતો, જેથી મને વધુ દોડાદોડ ન થાય. ટોરંટો
લોસ એંજલીસ અટલાન્ટા ન્યૂજર્સી
ડેટ્રોઇટ સેન ડી એગો ચેરીહીલ શિકાગો હ્યુસ્ટન
વૉશિંગ્ટન વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
ન્યૂયૉર્ક
રાલે
૩૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org