________________
નહિ. એક વાર તેણે વાત કરી. મેં કહ્યું : તારા ઘરે આવીશ. મને પાંચ બદામ નવકાર ગણીને આપજે, હું અન્યત્ર ભોજન સમયે તે લઈશ. એમ બે વાર ગઈ. ત્રીજી વાર તેના પતિ કહે: મને માંસાહાર-ત્યાગની પ્રતિજ્ઞા આપો અને મારે ત્યાં ભોજન માટે પધારો. ત્યાર પછી તેમને ત્યાં સત્સંગ સાથે ત્રીસેક મિત્રો સહિત ભોજનનો કાર્યક્રમ થયો.
અમારા સ્નેહીના પુત્રને ત્યાં ભોજન માટે જવાનું થયું. મેં તો બાળપણમાં જોયેલો તેવો જ માનેલો. પણ ભાઈને પીણાની આદત, ઘરમાં બાર રાખે. હું ભોજન કરીને હૉલમાં બેઠી હતી ત્યાં મારી નજર પેલી વસ્તુ પર પડી. તે રાત્રે ત્યાં રહી હતી તેની સાથે વાત કરી. દીકરો ગુણિયલ હતો, બીજે દિવસે સ્વાધ્યાયમાં પ્રતિજ્ઞા લઈ લીધી અને ઘરમાંથી બધી વસ્તુઓનો નિકાલ કરી દીધો.
ટૂંકમાં જેઓએ ભારત ભૂમિના ધર્મના સંસ્કાર બચાવ્યા અને પચાવ્યા હતા તેઓ આ માર્ગમાં સઉલ્લાસ આગળ વધતા હતા. અને જેઓ કંઈ ચૂક્યા હતા તેઓ પુનઃ જાગ્રત થઈ માર્ગે ચઢતા હતા. તેમાં સ્વાધ્યાય, ભક્તિ, વ્રતો, નિયમોનો મોટો ફાળો છે. અમેરિકાની જેમ વ્યવસ્થિત ધાર્મિક કાર્યક્રમો અન્યત્ર આફ્રિકા, લંડન, જેવા સ્થળે ગોઠવાતા નથી તે ખેદ સહિત કહેવું પડશે. તે સ્થળોએ જૈન વસ્તી, સંઘ, સ્થાનો છે પરંતુ આ પ્રણાલીનું સાતત્ય નથી જળવાતું. આ સત્સંગયાત્રાનું અલગ પુસ્તક લખ્યું છે : “દેશ-પરદેશના પ્રવચનોનો પ્રતિસાદ.” જનપ્રિય સુશ્રાવક શ્રી ગિરીશભાઈ તથા તપસ્વી સુશીલાબહેન :
લોસ એંજલીસમાં રહેતાં સુજ્ઞ દંપતી છેલ્લાં બે વર્ષથી મારી સાથે સત્સંગયાત્રામાં હોય છે. શ્રી ગિરીશભાઈ સ્વયં પ્રવચનકાર અને શાસ્ત્રાભ્યાસી છે, બંને તપસ્વી પણ ખરા. ગિરીશભાઈની શિક્ષણ પદ્ધતિ રસાળ અને ઉલ્લાસવર્ધક હોવાથી સમાજમાં તેમની જનપ્રિયતા ઘણી છે. કેવળ શાસ્ત્રવાંચન નહિ; સાથે તપ, વ્રત જેવા આચારનું પણ માર્ગદર્શન આપી સૌને આરાધનામાં પ્રેરણા આપે છે.
મારી સાથે હોય ત્યારે તે તે સ્થળે તેમના પ્રવચનો લોકભોગ્ય બનવાથી હવે તેઓ અમેરિકાનાં જુદાં જુદાં સ્થળોમાં શ્રી પર્યુષણની આરાધના કરાવે છે. તેમના મધુર કંઠે પ્રભુસ્તવન સાંભળવાં તે પણ એક સુંદર યોગ છે.
તેઓ મૂળ અમદાવાદ નજીક મહેસાણામાં રહેતા હતા. સંસ્કારે સ્થાનકવાસી પરંતુ તેઓ આગ્રહી ન હોવાથી વિશાળ સમુદાય સાથે સ્વમારી મંગલયાત્રા
૩૨૧
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org