________________
ભાઈને કહ્યું હું તમારી સાથે બેગેજ ક્લેઈમ પર આવીશ. તે ભાઈ ભૂલથી લિફટને બદલે સિક્યુરિટીની અમુક જગાએ ઘૂસી ગયા, બેલ દબાવ્યો, બારણું ખૂલ્યું, અંદર ગયા. સાવ સૂનકાર. ત્યાં તો તરત જ ત્રણચાર માણસો આવ્યા, પૂછપરછ કરી. મને આદરથી બેસાડી, પાસપૉર્ટ વિગેરે બધું જોયું. પૂરી તપાસ એવી કરી કે જાણે સ્વજન આપણને મળવા આવ્યા હોય ! પચીસ-ત્રીસ મિનિટ તપાસ કરી પણ જરાય ઉગ્રતા કે આકુળતા કરી નહિ. ગૂંચ ઉકેલે, પાડે નહિ.
એક વાર ભારત આવતાં લંડનની ફલાઈટ મોડું થવાથી ઊપડી ગઈ. તરત જ ઑફિસર બહેન આવી. તેણે કહ્યું : કઈ ભાષામાં જવાબ આપશો? મેં કહ્યું : હિંદી કે ગુજરાતી. તરત જ હિંદીભાષી ઑફિસર આવ્યા. તેમણે મને સમજાવ્યું કે ફલાઇટ હવે આઠ કલાક પછી મળશે. અમે તમને હોટેલમાં બધી વ્યવસ્થા કરી આપીશું. તમે ચિંતા ન કરશો.
મેં કહ્યું : મારે આજે વ્રત (એકાસણું) છે. હોટેલનું મને ચાલશે નહિ. આ સાંભળી તે ભાઈ ખરેખર ચિંતામાં પડ્યા કે શું કરીએ ! મને એક સારી જગાએ બેસાડી, ભારતનો ફોન માંગી ઘરે સમાચાર આપ્યા. હું નવકાર ગણતી ત્યાં બેઠી હતી. ત્યાં મને જ એકાએક વિચાર સ્ફર્યો કે લંડનમાં ઘણા પરિચિત છે તેમને ત્યાં જાઉં ?
મેં પેલા ઑફિસરને વાત કરી. તે તો રાજી થયા, “મારે પણ વ્રત છે. તમારા વ્રતથી મને ચિંતા થતી હતી.” તરત મેં ફોન નંબર આપ્યો, તેમણે ફોન કરી મુમુક્ષુ ભાઈને બોલાવી લીધા. સદ્ભાગ્યે ગુલાબભાઈ, ચંદ્રિકાબહેન ઘરે હતાં. મને લેવા આવ્યાં. પેલા ઑફિસર પરમિશન મેળવી છેક બહાર મૂકી ગયા.
ચંદ્રિકાબહેનને ત્યાં જમી પરવારી, તેમણે અન્ય સત્સંગીઓને બોલાવ્યા. બે-ત્રણ કલાક સત્સંગ કરી વળી તેઓ એરપોર્ટ પર મૂકી ગયાં આમ ગુંચ તો પડે પણ સરળતાથી ઊકલી જતી. વળી કંઈ નવો અનુભવ થતો. બધું સરળ રીતે પતે તો શીખવા શું મળે ? શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આધારે શિબિર આયોજન :
પ્રારંભનાં વર્ષોમાં શ્રી શાંતિભાઈ કોઠારી દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના માધ્યમથી ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં સ્વાધ્યાય ગોઠવાતા. તેઓ સ્વયં વર્ષોથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. ખાસ શનિ-રવિનો સમય ગોઠવી ન્યૂયોર્કમાં સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણીના નિવાસે શિબિર ગોઠવતા. આ દંપતી ખૂબ ભાવિક છે. તેમની વ્યવસ્થાશક્તિ પ્રશંસનીય વિભાગ-૧૧
૩૧૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org