________________
જણાય તો ખુલ્લા દિલે પૂછીને દોષ દૂર કરવામાં ઉદ્યમી છે. મારાં દરેક સત્કાર્યો, પુસ્તક-પ્રકાશનમાં તેમનો સહયોગ હોય જ. કોઈ વાર એને થાય કે અમારાથી કંઈ આગળ વધાતું નથી ત્યારે સમજાયું કે ગૃહસ્થની સાધના કીડીવેગે હોય. પરંતુ સત્પુરુષાર્થ કરતા રહેવું. જીવન સાદું અને સરળ છે. તમને પ્રભુકૃપાએ માર્ગ મળ્યો છે. તો જીવન સાર્થક થશે. ચેરીહિલમાં રહેતાં સ્નેહલ પરેશા અભ્યાસી છે. તેમના સત્સંગનો તેમને સારો સહકાર છે. કેન્દ્રમાં સૌ હળીમળીને સેવાઓ આપે છે તે પ્રશંસનીય છે.
અમેરિકામાં દેરાસરોનાં કેન્દ્રો દૂર હોય, તેથી સ્વાધ્યાયમાં જવાઆવવામાં ર૫/૩૦ માઈલ જેવું અંતર હોય. છતાં સૌ ઉમંગથી લાભ લે. રોજ દેવદર્શનથી વંચિત ન થવાય તેટલા માટે દરેકના ઘરે નાનામોટા પવિત્ર સ્થાનનું આયોજન હોય. કોઈ ઘરોમાં તો ઘર દેરાસરના જેવું જ પવિત્ર સ્થાન હોય છે. આથી અમારા જેવા સાધકોને સાધના કરવા માટે પૂરતી સગવડ મળી રહે છે. આ દેશનું પ્રશંસનીય અને શિસ્તબદ્ધ તંત્ર :
આ દેશમાં કોઈ વર્ષોમાં એકલી ફરી તો પણ ત્યાંનું તંત્ર એવું શિસ્તબદ્ધ છે કે તમારી અગવડનું તરત જ નિવારણ કરે. મને અંગ્રેજી બોલતા ન આવડે. તેમના ઉચ્ચાર સાંભળતાં ન આવડે. મારે બહેરામૂંગાની જેમ ઇશારાથી કામ લેવાનું. થોડું નામ વિગેરે વાંચતા આવડે.
જ્યારે એકલી હોઉં ત્યારે કાઉન્ટર પર ટિકિટ પરનું જવાના સ્થળનું નામ બતાવું. વ્હીલચેર લઉં તેને પણ નામ બતાવું. મારી વય જોઈને તેઓ વિશેષ કાળજી રાખતા. તેમાં પણ હાથમાં જયારથી લાકડી રાખી ત્યારથી તો સંભાળ વધી ગઈ. એવું લાગે કે જાણે હમણાં ઊંચકીને જ લઈ જશે. કોકિલાબહેન કહેતાં : તેમના દીકરાની જાનમાં આવ્યા છીએ તેવા સાચવે છે ને?
પ્લેનના દરવાજે પહોંચતાં જ સસ્મિત આવકાર આપે, લાકડી જોઈને મારી પર્સ પણ પકડી લે, છેક સીટ સુધી બરાબર બેસાડી જાય. મારી પાસે બે ટંક ખાવાનો થોડો સામાન હોય. તે પણ વ્યવસ્થિત મૂકી આપે.
મારે આહાર માટે ફલાઈટનું કશું જ લેવાનું ન હોય. કોઈક વાર તેઓ પૂછે : કંઈ જ નહિ લો ? “જૈન ડિશ છે.” હું કહું મને બહારનું કંઈ ચાલતું નથી (હિંદીમાં) ત્યારે હસીને આગળ વધે.
એક વાર અમારી ફલાઇટ લેઈટ હતી. એટલે મેં એક હિંદીભાષી મારી મંગલયાત્રા
૩૧૫
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org